બ્રિટનના લીડ્સ શહેરમાં રમખાણોની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રિના કેટલાક તોફાની તત્વો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોલીસની ગાડીઓ અને બસોમાં આગ લગાવી દીધી હતી
બ્રિટનના લીડ્સ શહેરમાં રમખાણોનો એક વીડિયો વાયરલ થયો છે. કેટલાક તોફાની તત્વોએ હંગામો મચાવ્યો અને પોલીસની ગાડીઓ પર હુમલો કર્યો અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા. જાહેર બસોમાં આગ લગાવી હતી.
કેમ થયા રમખાણો
સ્કાઈ સમાચાર પ્રમાણે હંગામાનું કારણ ચાઈલ્ડ કેર એજન્સી દ્વારા સ્થાનિકો બાળકોને બાળ સંભાળ ગૃહમાં લઈ જવામાં આવી રહ્યા હતા. બાળકોને માતા-પિતાથી અલગ કરતાં લોકોએ વિરોધ કરતાં હંગામો મચ્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને તોડફોડ કરી હતી. વાયરલ વીડિયોમાં બાળકોને પણ જોઈ શકાય છે.
ડેઈલીમેઈલની રિપોર્ટ પ્રમાણે હેયરહિલ્સ સવારે એક યુદ્ધના મેદાન લાગી રહ્યું હતું. તોફાનીઓની ભીડ ઠેર ઠેર આતંક મચાવ્યો હતો અને હુમલા કર્યા હતા. હિંસા બાદ દરેક સ્થળોએ પોલીસને તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિ ગંભીપ રૂપ ધારણ ન કરે તે માટે પેટ્રોલિંગ કરી રહી છે.