રાજસ્થાનનું ચોમું વહેલી સવારે છાવણીમાં ફેરવાયું
સવારે 3 વાગ્યે રેલિંગ નાખવાના વિવાદમાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યો; અડધો ડઝન જવાન ઘાયલ

ચોમુંમાં વહેલી સવારે હિંસા વકરી

ચોમુંમાં વહેલી સવારે હિંસા વકરી
રાજસ્થાનની રાજધાની જયપુર નજીક આવેલા ચોમું કસબામાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મસ્જિદની બહારથી પથ્થરો હટાવવાની કામગીરી બાદ શરૂ થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. શુક્રવારે વહેલી સવારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આક્રોશિત ટોળાએ અડધી રાત્રે પોલીસ કાફલા પર ભારે પથ્થરમારો કર્યો હતો, જેમાં અડધો ડઝન જેટલા પોલીસ જવાનો લોહીલુહાણ થયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના ગોળા છોડવાની ફરજ પડી હતી.
અચાનક કેવી રીતે ભડકી હિંસા?
ચોમું બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ પથ્થરો હટાવવા માટે પોલીસ અને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પરસ્પર સંમતિ સધાયા બાદ ગુરુવારે દિવસે શાંતિપૂર્ણ રીતે પથ્થરો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
જોકે, વિવાદ શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યે ત્યારે શરૂ થયો જ્યારે ખાલી કરાયેલી જગ્યા પર રેલિંગ અથવા લોખંડના એન્ગલ લગાવીને બાઉન્ડ્રી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્થાનિકો અને પોલીસ વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ અને જોતજોતામાં મામલો પથ્થરમારા સુધી પહોંચી ગયો.
પોલીસ પર હુમલો અને ટીયર ગેસનો પ્રયોગ અંધારાનો લાભ લઈને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ જવાનોને નિશાન બનાવી પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં છથી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસને વધારાની કુમક બોલાવવી પડી હતી અને ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ સમગ્ર બસ સ્ટેન્ડ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ડેરા નાખીને બેઠા છે.
અફવાઓથી બચવા અપીલ અને કડક કાર્યવાહીના સંકેત ચોમું પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, કેવળ રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આજના દિવસ પૂરતી ચોમુંમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત પર કરી દેવામાં આવી છે જે આવતીકાલે સવારથી કાર્યરત થશે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી સરકારી કામમાં અવરોધ ઊભો કરનાર અને હિંસા ભડકાવનાર અસામાજિક તત્વોની ઓળખ કરી શકાય. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ