રેલવેનો નિયમ: વધારે સામાન પર હવે ચૂકવવો પડશે ચાર્જ
ટ્રેનમાં ફ્રી લિમિટથી વધુ સામાન માટે આપવો પડશે દંડ; રેલવે મંત્રીએ સંસદમાં આપી વિગતો

રેલવે મુસાફરોને મોટો ઝટકો, આવ્યો નવો નિયમ

રેલવે મુસાફરોને મોટો ઝટકો, આવ્યો નવો નિયમ
રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે સામાન લઈ જવાના નિયમો હવે વધુ કડક બનવા જઈ રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (17 ડિસેમ્બર) સંસદમાં માહિતી આપી હતી કે જો મુસાફરો નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન લઈ જશે, તો તેમણે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ વેમિરેડ્ડી પ્રભાકર રેડ્ડીના સવાલના જવાબમાં મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે એરપોર્ટની જેમ જ ટ્રેનમાં પણ ક્લાસ મુજબ સામાનની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
ક્લાસ મુજબ સામાનની મર્યાદા: રેલવે મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અલગ-અલગ ક્લાસ માટે મફત સામાનની મર્યાદા અને ફી ભરીને લઈ જઈ શકાતા મહત્તમ સામાનની વિગત નીચે મુજબ છે:
એસી ફર્સ્ટ ક્લાસ 70 કિલો 150 કિલો ફર્સ્ટ ક્લાસ / એસી 2-ટાયર 50 કિલો 100 કિલો એસી 3-ટાયર / ચેર કાર 40 કિલો 40 કિલો સ્લીપર ક્લાસ 40 કિલો 80 કિલો સેકન્ડ ક્લાસ 35 કિલો 70 કિલોસામાનના માપદંડો અને પાર્સલ સુવિધા: રેલવેના નિયમો મુજબ, માત્ર 100 સે.મી. લંબાઈ, 60 સે.મી. પહોળાઈ અને 25 સે.મી. ઊંચાઈ ધરાવતી સુટકેસ કે બોક્સને જ વ્યક્તિગત સામાન તરીકે ડબ્બામાં લઈ જવાની મંજૂરી છે. જો સામાનનું માપ આનાથી વધુ હોય, તો તેને ફરજિયાતપણે બ્રેકવેન અથવા પાર્સલ વેનમાં બુક કરાવવો પડશે. આ ઉપરાંત, કોઈપણ પ્રકારના કોમર્શિયલ માલસામાનને મુસાફરોના ડબ્બામાં વ્યક્તિગત સામાન તરીકે લઈ જવાની સખત મનાઈ છે.
આ નિયમોનો અમલ થવાથી ટ્રેનના કોચમાં મુસાફરોને સામાનના કારણે થતી ભીડ અને અગવડતામાં ઘટાડો થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ