વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી
પ્રધાનમંત્રીએ શ્રીનગરમાં યોગ કરીને લોકોને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી


બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે લોકોને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. યોગથી આપણને જે શક્તિ મળે છે. હું શ્રીનગરમાં તેનો અનુભવ કરી રહ્યો છું. કાશ્મીરની ધરતી પરથી હું દેશના લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગાસન કરી રહેલા લોકોને યોગ દિવસ પર અભિનંદન આપું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 10 વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે. દેશ અને દુનિયામાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં યોગના વિસ્તરણ સાથે જૂની માન્યતાઓ બદલાઈ ગઈ છે. યોગ હવે તેના મર્યાદિત અવકાશમાંથી બહાર આવી રહ્યો છે. તેણે ઉમેર્યું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું. યોગથી આપણને જે શક્તિ મળે છે. હું શ્રીનગરમાં તેનો અનુભવ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે હવે હું વિશ્વમાં જ્યાં પણ જાઉં છું ત્યાં વૈશ્વિક નેતાઓ યોગ વિશે વાત કરે છે. જેને પણ તક મળે છે તે યોગની ચર્ચા કરવા લાગે છે. વિશ્વભરમાંથી લોકો અધિકૃત યોગ શીખવા માટે ભારતમાં આવે છે. સમગ્ર વિશ્વમાં યોગ કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. લોકોમાં યોગ પ્રત્યે રસ વધ્યો છે. યોગ હવે સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. હાલમાં જર્મનીમાં 1.5 કરોડ યોગ ટ્રેનર્સ છે. ઋષિકેશથી કેરળ સુધી યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એરપોર્ટથી લઈને હોટલ સુધી યોગ માટે સુવિધાઓ આપવામાં આવી રહી છે. યોગને લગતા કપડાં અને સાધનો બજારોમાં ઉપલબ્ધ છે. ફિટનેસ માટે લોકો પર્સનલ યોગ ટ્રેનર્સ હાયર કરી રહ્યા છે. કંપનીઓ તેમના કર્મચારીઓ માટે યોગ અને માઇન્ડફુલનેસ પ્રોગ્રામ શરૂ કરી રહી છે. તેનાથી રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. વડાપ્રધાને લોકો સાથે સેલ્ફી લીધી યોગ દિવસની ઉજવણીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ દાલ તળાવના કિનારે યોજાવાનો હતો. જેમાં વડાપ્રધાન 7 હજાર લોકો સાથે યોગ કરવાના હતા. પરંતુ વરસાદના કારણે કાર્યક્રમ હોલમાં ખસેડવામાં આવ્યો હતો. યોગ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ લોકો સાથે સેલ્ફી લીધી હતી. સ્ત્રોત દ્વારા: PIB ઇન્ડિયા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?

મણિપુરમાં 10નાં મોતથી ખળભળાટ! મૃતદેહનું માથું ગાયબ થતાં નાગા સંગઠનનો સરકારને 48 કલાકનો અલ્ટીમેટમ… હવે આગળ શું થશે?