શક્તિશાળી ચક્રવાત દિત્વાહ ભારત તરફ આગળ વધ્યું
શ્રીલંકામાં વિનાશ પછી દિત્વાહનો ખતરો, તમિલનાડુ-આંધ્ર કાંઠે રેડ એલર્ટ

ચક્રવાત દિત્વાહ ભારત તરફ

ચક્રવાત દિત્વાહ ભારત તરફ
ચક્રવાત દિત્વાહ: શ્રીલંકામાં વિનાશ બાદ ભારત તરફ પ્રયાણ
શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ, ચક્રવાત દિત્વાહ હવે ઝડપથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આ વાવાઝોડું આજે ગમે ત્યારે ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને IMD દ્વારા આ વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ચક્રવાત ભારતીય કિનારાની નજીક આવતા જ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. શનિવારે બપોરે આ વાવાઝોડું શ્રીલંકાથી રવાના થયું હતું, જ્યાં તેણે 153થી વધુ લોકોનો ભોગ લીધો છે અને 191 લોકો હજુ પણ ગુમ છે. આ વાવાઝોડાને કારણે સમગ્ર ટાપુ રાષ્ટ્રમાં વ્યાપક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે.
વાવાઝોડાની ગતિ અને કેન્દ્રબિંદુ :
ચક્રવાત દિત્વાહ હાલમાં દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તરી શ્રીલંકા તથા તમિલનાડુના દરિયાકાંઠા નજીકના વિસ્તારોને અસર કરી રહ્યું છે. તે છેલ્લા છ કલાકથી લગભગ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ સીધા ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
રવિવારે સવારે ૮:૩૮ વાગ્યે IMDના તાજેતરના અપડેટ મુજબ, ચક્રવાતી વાવાઝોડું છેલ્લા 6 કલાક દરમિયાન 07 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી તથા નજીકના ઉત્તર તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠા પર કેન્દ્રિત હતું. 30 નવેમ્બરના રોજ સાંજે 5:30 વાગ્યે, તે કરાઈકલથી લગભગ 90 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, જાફનાથી 170 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં અને ચેન્નાઈથી 220 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું.
આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની સમાંતર લગભગ ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે. ઉત્તર તરફ આગળ વધતી વખતે, ચક્રવાતી વાવાઝોડું આજે બપોરે અને સાંજ સુધીમાં દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર અનુક્રમે 70 કિમી અને 30 કિમીના અંતરે કેન્દ્રિત થશે
IMD એ ચક્રવાત દિત્વાહને ધ્યાનમાં રાખીને ભય સંકેત નંબર 5 (D-V) જારી કર્યો છે. આનો અર્થ છે કે હળવાથી મધ્યમ તીવ્રતાનું ચક્રવાતી તોફાન દરિયાકાંઠેથી પસાર થશે. આંધ્રપ્રદેશના ચિત્તૂર, તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ અને બાપટલા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અસર અને તૈયારીઓ
ફ્લાઇટ્સ રદ :
ચક્રવાતની અસરને કારણે ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે રવિવારે જાફના માટેની બે ઇન્ડિગો ફ્લાઇટ્સ (6E 1177 MAA-JAF અને 6E 1178 JAF-MAA) રદ કરવાની જાહેરાત કરી છે. મુસાફરોને રદ કરાયેલી ફ્લાઇટ્સ અંગેની માહિતી આપવામાં આવી રહી છે.
રેલવેની સમીક્ષા:
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ સેવાઓમાં ઓછામાં ઓછો વિક્ષેપ અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે દક્ષિણ રેલ્વેના જનરલ મેનેજર અને ટીમો સાથે ચર્ચા કરી. તેમણે મુસાફરોને મદદ કરવા માટે સમર્પિત હેલ્પલાઇન અને સહાય ડેસ્ક સ્થાપિત કરવા પર ભાર મૂક્યો. તમામ સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિ પર નજર રાખવા અને કોઈપણ કટોકટી માટે સતર્ક રહેવા માટે વોર રૂમ સક્રિય કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
સ્થાનિક અસરો:
ભારે વરસાદના કારણે અરુલમિગુ વેદારણ્યેશ્વર સ્વામી મંદિરના ગર્ભગૃહની બહાર વરસાદી પાણી એકઠું થયું છે. ચક્રવાતને કારણે મરીના બીચ પર ભારે દરિયાઈ પવન અને મોજા જોવા મળ્યા છે.
શ્રીલંકાને ભારતની સહાય :
નવી દિલ્હીએ ચક્રવાત દિત્વાહ પછીના મુશ્કેલ સમયમાં શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે.
NDRF ટુકડી: ભારતે રાહત અને બચાવ કામગીરી માટે 80 NDRF બચાવકર્તાઓ અને ખાસ સ્નિફર ડોગ્સની ટુકડી શ્રીલંકામાં મોકલી છે. આ ટીમો શનિવારે સવારે 4 વાગ્યે IL-76 IAF વિમાનમાં કોલંબો જવા રવાના થઈ હતી
વાયુસેનાની તૈનાતી: ભારતીય વાયુસેનાએ રાહત સામગ્રી વહન કરતા બે પરિવહન વિમાન - એક C-130 અને એક IL-76 - તૈનાત કર્યા છે.
ફસાયેલા ભારતીયો :
ચક્રવાતને કારણે શ્રીલંકાના કોલંબોમાં બંધારનાયકે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લગભગ 300 ભારતીય મુસાફરો ફસાયેલા છે, જેમાંથી ઘણા કેરળના છે. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખીને ફસાયેલા ભારતીયોને રાજ્ય સરકાર તરફથી તમામ શક્ય સહાયની ઓફર કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ