લાલ કિલ્લાથી PM મોદીની મોટી જાહેરાતો
AIથી 6G, ન્યુક્લિયર એનર્જીથી નક્સલવાદ સુધી જાણો 80મા સ્વાતંત્ર્ય દિવસના ભાષણની 10 મોટી વાત

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Independence Day 2026: દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિના માહોલમાં ઉજવી રહ્યો છે. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. પોતાના આશરે 76 મિનિટના સંબોધનમાં PM મોદીએ યુવાનો, ખેડૂતો, મહિલાઓ, રમતવીરો, ટેક્નોલોજી, ઉર્જા, સુરક્ષા અને અર્થતંત્રને લઈને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. આ ભાષણમાં AI સ્કિલ ડેવલપમેન્ટ, મફત ઓનલાઈન કોચિંગ, 2036 ઓલિમ્પિક્સ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, 6G ટેક્નોલોજી, પરમાણુ ઉર્જા, સોલાર એનર્જી અને નક્સલવાદ જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો.
1. 1 કરોડ યુવાનોને AIની તાલીમ
PM મોદીએ યુવાનો માટે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને Artificial Intelligence (AI) નું કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. ભારતને AI ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા માટે યુવાનોને નવી ટેક્નોલોજી સાથે જોડવાનું સરકારનું લક્ષ્ય છે.
2. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગ
મધ્યમ વર્ગના પરિવારો પર ખાનગી કોચિંગનો આર્થિક બોજ ઘટાડવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
3. 2036 ઓલિમ્પિક્સ માટે 5 થી 15 વર્ષના બાળકોની ટેલેન્ટ હન્ટ
ભારતને 2036 ઓલિમ્પિક્સમાં મેડલ પાવરહાઉસ બનાવવાના લક્ષ્ય સાથે દેશવ્યાપી સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. 5 થી 15 વર્ષની ઉંમરના પ્રતિભાશાળી બાળકોને શોધીને તેમને આધુનિક કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ અને તાલીમ આપવામાં આવશે.
4. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની મોટી છલાંગ
PM મોદીએ કહ્યું કે સેમિકન્ડક્ટર ચિપ્સ આધુનિક અર્થતંત્રની કરોડરજ્જુ છે. ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે આગામી સમયમાં 7 થી 8 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ સ્થાપવાના લક્ષ્ય પર કામ કરવામાં આવશે.
5. 2047 સુધીમાં 100 GW પરમાણુ ઉર્જાનું લક્ષ્ય
AI, ડેટા સેન્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગ માટે વધતી વીજળીની જરૂરિયાત વચ્ચે ભારતે 2047 સુધીમાં 100 GW ન્યુક્લિયર એનર્જી ક્ષમતાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આગામી વર્ષોમાં નવા પરમાણુ રિએક્ટરો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી.
6. Made in India 6G પર મોટો ફોકસ
ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક નેતૃત્વ તરફ લઈ જવા માટે Made in India 6G પર ભાર મૂકવામાં આવ્યો. 2030 સુધીમાં 6G ટેક્નોલોજીના વિકાસ અને સંશોધનમાં ભારતને અગ્રેસર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
7. નક્સલવાદ સામે અંતિમ લડાઈ
આંતરિક સુરક્ષા અંગે PM મોદીએ નક્સલવાદ અને માઓવાદ સામે સરકારની કાર્યવાહીને મહત્વપૂર્ણ ગણાવી. તેમણે કહ્યું કે સશસ્ત્ર નક્સલવાદ હવે અંતિમ તબક્કામાં છે. નક્સલવાદ સામેની લડાઈમાં 3,500થી વધુ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓના બલિદાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. PM મોદીએ સમાજમાં અશાંતિ ફેલાવનારા 'માનસિક નક્સલીઓ' થી પણ સાવચેત રહેવાની અપીલ કરી.
8. સોલાર એનર્જી અને PM સૂર્ય ઘર યોજના
PM સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો ઉલ્લેખ કરતાં PM મોદીએ જણાવ્યું કે લાખો પરિવારો સૌર ઉર્જા સાથે જોડાઈ રહ્યા છે. સરકારનું લક્ષ્ય ઘરોને સોલાર પાવર સાથે જોડીને વીજળીના ખર્ચમાં ઘટાડો કરવાનું છે.
9. 'સપ્તધારા'થી વિકસિત ભારતનો રોડમેપ
PM મોદીએ આગામી વર્ષોમાં ભારતના વિકાસ માટે સપ્તધારાનું વિઝન રજૂ કર્યું. તેમાં મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ટેક્નોલોજી અને ઇનોવેશન, ગતિશક્તિ, ડિફેન્સ, એનર્જી અને સોફ્ટ પાવર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ રોડમેપ હેઠળ ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ, ટેક્નોલોજી સેન્ટર અને ગ્રીન એનર્જી પાવર તરીકે વિકસાવવાનો ઉદ્દેશ્ય છે.
10. મહિલા અનામત અને 2047નું વિકસિત ભારત
મહિલા સશક્તિકરણ અંગે PM મોદીએ તમામ રાજકીય પક્ષોને લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% પ્રતિનિધિત્વ આપવાના સંકલ્પ સાથે આગળ વધવાની અપીલ કરી. ભાષણના અંતે PM મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો. તેમણે કહ્યું કે 1.4 અબજ ભારતીયોના પુરુષાર્થ, મહેનત અને એકતાથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાકાર કરી શકાય છે.
લાલ કિલ્લાથી સ્પષ્ટ સંદેશ
PM મોદીના 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં યુવા, AI, ટેક્નોલોજી, આત્મનિર્ભર ભારત, સેમિકન્ડક્ટર, 6G, ન્યુક્લિયર એનર્જી, ડિફેન્સ, મહિલા સશક્તિકરણ અને વિકસિત ભારત પર મુખ્ય ફોકસ જોવા મળ્યો. સરકારના આગામી વર્ષોના વિકાસ એજન્ડામાં ટેક્નોલોજી અને આત્મનિર્ભરતાને કેન્દ્રસ્થાને રાખવાનો સંકેત આ ભાષણમાંથી મળ્યો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?

મણિપુરમાં 10નાં મોતથી ખળભળાટ! મૃતદેહનું માથું ગાયબ થતાં નાગા સંગઠનનો સરકારને 48 કલાકનો અલ્ટીમેટમ… હવે આગળ શું થશે?