ઓડિશામાં પ્લેન ક્રેશ થતા જીવ તાળવે ચોંટ્યો
ભુવનેશ્વરથી રાઉરકેલા જતી ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગના 10 કિમી પહેલા જ વિમાન પટકાયું..

ઓડિશામાં પ્લેન ક્રેશ

ઓડિશામાં પ્લેન ક્રેશ
ઓડિશાના રાઉરકેલામાં શનિવારે બપોરે ભયંકર અકસ્માત થતા બચ્યો છે. એક ખાનગી વિમાનના ક્રેશ લેન્ડિંગને કારણે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી.
ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહેલું 'ઈન્ડિયા વન એરલાઈન્સ'નું 9-સીટર નાનું વિમાન ટેકનિકલ ખામીને કારણે રનવે પર પહોંચતા પહેલા જ ક્રેશ લેન્ડ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 4 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 6 લોકોને ઈજાઓ પહોંચી છે.
રાજ્યના વાણિજ્ય અને પરિવહન મંત્રી બી.બી. જેનાએ બનાવની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટના રાઉરકેલાથી લગભગ 10 કિલોમીટર દૂર જલદા વિસ્તારમાં બની હતી. સદનસીબે, વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને તેમને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી છે. મંત્રીએ આ ઘટનાને 'ભગવાનની કૃપા' ગણાવતા ઉમેર્યું કે મોટી જાનહાનિ ટળી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર પ્રસન્ન પ્રધાને વિગતો આપતા જણાવ્યું કે, C-208 મોડેલનું આ લાઈટ એરક્રાફ્ટ નિયમિત ફ્લાઈટના ભાગરૂપે ભુવનેશ્વરથી ઉડ્યું હતું. આ દુર્ઘટના બાદ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
રાજ્ય સરકારે આ મામલે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરી છે અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળની મુલાકાત લઈને વિમાનના ક્રેશ લેન્ડિંગ પાછળના ચોક્કસ કારણોની તપાસ કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ