યુપીમાં લારીઓમાં નામ લખવાનો આદેશ, કાવડિયાઓને મૂંઝવણ ન થાય તે માટે લેવાયો નિર્ણય
22 જુલાઈથી શરૂ થતી કાંવડ યાત્રા પૂર્વે મુજફ્ફરનગરમાં ખાણી-પીણી અને ફળની દુકાનો લગાવતા દુકાનદારોને પોત-પોતાના નામ લખીને દુકાન સામે લટકાવવા મજબૂર કરાયા ...

Kanwad Yatra

Kanwad Yatra
Uttar Pradesh: 22 જુલાઈથી શરૂ થતી કાંવડ યાત્રા પૂર્વે મુજફ્ફરનગરમાં ખાણી-પીણી અને ફળની દુકાનો લગાવતા દુકાનદારોને પોત-પોતાના નામ લખીને દુકાન સામે લટકાવવા મજબૂર કરાયા છે. પોલીસે કાંવડયાત્રાના રુટ પર આવતી તમામ દુકાનો તથા લારી-ધંધાના માલિકોને આદેશ આપ્યો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઈટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂર લખે જેના લીધે કાવડિયાઓને કોઈ કન્ફ્યુઝન ન થાય.
વેપારી-ધંધાર્થી મજબૂર થયા!
મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાનો આશરે 240 કિલોમીટરનો રુટ છે. એટલા માટે આ જિલ્લો મહત્ત્વપૂર્ણ મનાય છે. અહીં પોલીસના નિર્દેશ બાદ દુકાન માલિકોએ પોત-પોતાના નામ સાથે કઇ વસ્તુની દુકાન છે તે લખીને પોસ્ટર લગાવી દીધા છે. કોઈએ તેની લારી પર 'આરીફ આમવાલા' તો કોઈએ 'નિસાર ફલવાલા' લખેલા કાગળ લટકાવી દીધા છે.
જિલ્લા તંત્ર દ્વારા એક નવો આદેશ જારી કરાયો
જિલ્લા તંત્ર દ્વારા આ વખતે કાંવડ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આ પ્રકારનો એક નવો આદેશ જારી કરાયો છે. જેના લીધે આ વખતે કાંવડ યાત્રામાં ખાણી-પીણીની દુકાન, હોટેલ, ઢાકા, લારી વગેરે જ્યાંથી પણ શિવભક્ત કાંવડિયા ખાવાની વસ્તુ ખરીદી શકે તે માટે ધંધાર્થી કે દુકાન માલિકોને નિર્દેશ અપાયો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઈટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂરથી લખે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?

મણિપુરમાં 10નાં મોતથી ખળભળાટ! મૃતદેહનું માથું ગાયબ થતાં નાગા સંગઠનનો સરકારને 48 કલાકનો અલ્ટીમેટમ… હવે આગળ શું થશે?