ઓપરેશન સિંધુ હેઠળ યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 290 ભારતીયો સુરક્ષિત રીતે પરત ફર્યા, આજે આવશે વધુ 2 વધુ ફ્લાઈટ
ઓપરેશન સિંધુ અંતર્ગત ભારત સરકાર યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને માતૃભૂમિ પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

ઓપરેશન સિધુ

ઓપરેશન સિધુ
યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સરકારે શરૂ કરેલા ‘ઓપરેશન સિંધુ’ અંતર્ગત પ્રથમ સફળ પગલું લેવામાં આવ્યું છે. શુક્રવાર, 20 જૂન, 2025ના રોજ રાત્રે ઈરાનના મશહદ શહેરથી ભારત તરફ આવી રહેલી ફ્લાઈટ દિલ્હીમાં સુરક્ષિત ઊતરી. આ ફ્લાઈટમાં કુલ 290 ભારતીયો હતા, જેમાંથી મોટાભાગના વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે.
આજે આવશે વધુ 2 ફ્લાઈટ
ઈરાન સરકારે ભારત સાથે સહયોગ રૂપ યોજનામાં મશહદથી કુલ 3 ફ્લાઈટ્સ મોકલવાની જાહેરાત કરી છે. પ્રથમ ફ્લાઈટ શુક્રવારે આવી ગઈ છે, જ્યારે બાકી 2 ફ્લાઈટ્સ આજે આવશે. આ ત્રણેય ફ્લાઇટ દ્વારા લગભગ 1,000 ભારતીયો પોતાના વતન પરત ફરશે.
રાહત અને આનંદ
ફ્લાઈટ દિલ્હી પહોંચતાં જ યાત્રીઓએ "ભારત માતા કી જય" અને "હિન્દુસ્તાન ઝિંદાબાદ"ના નારા લગાવ્યાં હતાં. ઘણાં મુસાફરોના ચહેરા પર ભાવુકતા જોવા મળી. સુરક્ષિત વાપસી માટે તેમણે મોદી સરકારનો આભાર માન્યો અને ભારતીય દૂતાવાસની ભૂમિકા માટે પ્રશંસા વ્યક્ત કરી.
તાઝકિયા ફાતિમાની આપવીતી
નોઈડાની રહેવાસી તાઝકિયા ફાતિમાએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, "ઈરાનની સ્થિતિ બહુ ખરાબ છે. ઈઝરાયલના હુમલાથી ભયાનક તબાહી ફેલાઈ છે. રસ્તાઓ તૂટી ગયા છે અને અનેક ઇમારતો ધ્વસ્ત થઈ છે. અમને લાગ્યું કે હવે કદી ઘરે નહિ જઈ શકીએ, પણ ભારત સરકારે અમારું ધ્યાન રાખ્યું અને આજે અમે પરિવાર સાથે છીએ - સુરક્ષિત છીએ."
હોટલમાં પણ મિસાઈલોનો હતો ડર
બીજી મુસાફર આલિયા બતુલ કહ્યું કે, "મારા વતન પરત ફરીને શું લાગણી થઈ તે શબ્દોમાં કહી શકાતું નથી. ઈરાનમાં અસ્થિરતા અને તણાવની સ્થિતિ છે. અમને હોટલમાં રાખવામાં આવ્યા હતા, પણ સતત ડર હતો કે, ક્યારેય પણ હોટલ પર હુમલો થઈ શકે છે. ભારત સરકાર અને ભારતીય દૂતાવાસે જે રીતે અમારું માર્ગદર્શન કર્યું અને મદદ કરી એ બદલ હું ખૂબ આભારી છું."
એમ્બેસી દ્વારા પુર્વ તૈયારી
યાત્રીઓ પહેલાં તેહરાનથી કોમ, અને પછી મશહદ લાવવામાં આવ્યા હતા. આ સંકલન દરમિયાન ભારતીય દૂતાવાસે ઈરાનના સ્થાનિક અધિકારીઓ સાથે સહકાર રાખીને તમામ વ્યવસ્થાઓ કરી હતી. તમામ યાત્રીઓની સુરક્ષા અને વહન વ્યવસ્થાની ખાસ કાળજી લેવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ