ચાંદીપુરા વાયરસથી જામનગર જિલ્લામાં એક બાળકનું મોત
રાજ્યમાં મૃત્યુ આંક 16 થયો, ચાંદીપુરા વાયરસના કુલ 33 કેસ

One child died in Jamnagar district due to Chandipura virus

One child died in Jamnagar district due to Chandipura virus
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ અટકવાનું નામ લેતુ નથી. જામનગરમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયુ જ્યારે 3 નવા કેસ નોંધાયા છે. જેના કારણે મૃત્યુઆંક વધીને 16 થયો છે. જ્યારે ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 33 થઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરાના અગાઉ બે શંકાસ્પદ કેસ નોંધાયા બાદ વધુ ત્રણ શંકાસ્પદ કેસ મળ્યા છે. નવા નોંધાયેલા ત્રણ દર્દીમાંથી એક બાળકનું મોત થયુ છે. હાલ 4 બાળદર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આરોગ્ય મંત્રીએ અસરગ્રસ્ત બાળકોની મુલાકાત લીધી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હિંમતનગરની GMERS મેડિકલ કોલેજમાં વાયરલ એન્કેફેલાઇટીસની સારવાર હેઠળ સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ કેસોની સારવાર અને વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. સમીક્ષ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ, કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો હાજર રહ્યા હતા.
પાવડર ડસ્ટિંગ ડ્રાઈવ હાથ ધરવા મુખ્યમંત્રીની સૂચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાંદીપુરા વાયરસના રોગચાળાની સમીક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સ કરીને વિવિધ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ રોગ નિયંત્રણ માટે મેલેથિયન પાવડરથી ડસ્ટિંગ ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તાત્કાલિક સારવાર આપવા સૂચના આપી હતી. વાયરસના રોગચાળા સંદર્ભે રાજ્યમાં 260 ટીમોએ 11,050 ઘરમાં 56,651 વ્યક્તિઓનું સર્વેલન્સ કર્યુ છે. જ્યારે 4838 કાચાં મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાઉડરથી ડસ્ટિંગ કરાયુ છે. મેલેથિયન પાઉડર જિલ્લાઓમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?