ઓડિશાના MLAની દાદાગીરી: શોભાયાત્રામાં ફાયરિંગ
ટિટલાગઢના ધારાસભ્યએ રામનવમીની શોભાયાત્રામાં હવામાં ગોળીબાર કરતા ભક્તોમાં ફફડાટ.

ઓડિશાના MLAની દાદાગીરી

ઓડિશાના MLAની દાદાગીરી
ઓડિશાના બલાંગીર જિલ્લામાં રામનવમીની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ટિટલાગઢના ધારાસભ્ય નવીન જૈને શોભાયાત્રા દરમિયાન જાહેરમાં હવામાં ગોળીબાર કર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે ધારાસભ્ય અને તેમના સુરક્ષાકર્મી (PSO) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
ભક્તોમાં ફેલાયો ફફડાટ
શનિવારે (28 માર્ચ) રામનવમીની શોભાયાત્રામાં જ્યારે હજારો ભક્તો સામેલ હતા, ત્યારે ધારાસભ્ય નવીન જૈને અચાનક પોતાની બંદૂક કાઢી હવામાં ફાયરિંગ કર્યું હતું. જોકે, આ ફાયરિંગમાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ હજારોની મેદની વચ્ચે હથિયારના પ્રદર્શન અને ફાયરિંગથી ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર,
#ବିଧାୟକ_ନବୀନ_ଜୈନଙ୍କ_ଫାଙ୍କା_ଗୁଳି_ଚାଳନା
— ଓଟିଭି (@otvkhabar) March 28, 2026
-ରାମନବମୀରେ ଟିଟିଲାଗଡ଼ ବିଧାୟକ ନବୀନ ଜୈନଙ୍କ ଫାଙ୍କା ଗୁଳି ଚାଳନା
-ପିଏସ୍ଓଙ୍କ ବନ୍ଧୁକ ନେଇ ଶହ ଶହ ଲୋକଙ୍କ ଭିତରେ ଗୁଳି ଚଳାଇଲେ
-କିପରି ପିଏସ୍ଓ ବନ୍ଧୁକ ଦେଲେ, ବିଧାୟକ ଗୁଳି ଚଳାଇଲେ ତାକୁ ନେଇ ଚର୍ଚ୍ଚା#RamNavami #Titlagarh #NaveenJain #MLA_Firing #BlankShots… pic.twitter.com/T1PZLUgRft
જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે હથિયારનો ઉપયોગ કરવો એ સુરક્ષા પ્રોટોકોલનું ગંભીર ઉલ્લંઘન છે.
આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા બલાંગીર પોલીસે ધારાસભ્યના પર્સનલ સિક્યુરિટી ઓફિસર (PSO) પ્રેમચંદ નાગને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે PSOની હાજરીમાં જ આ ઘટના બની હતી.
ટિટલાગઢ પોલીસે ધારાસભ્ય અને PSO વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ અને આર્મ્સ એક્ટની કલમ ૨૫ હેઠળ એફઆઈઆર નોંધી છે.
પોલીસે હથિયાર જપ્ત કર્યું
બલાંગીરના એડિશનલ એસપી હિમાંશુ બેહેરાએ જણાવ્યું હતું કે, "અમે એફઆઈઆર નોંધીને સંબંધિત વ્યક્તિઓને નોટિસ પાઠવી છે. ફાયરિંગમાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે."
રાજ્યમાં રામનવમી દરમિયાન અનેક જગ્યાએ અરાજકતાના અહેવાલો વચ્ચે આ ઘટનાએ રાજકીય ગરમાવો પણ લાવી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?