નવી UIDAI આધાર એપ, ઇન્ટરનેટ વગર ચકાસણી
IDAI લાવી રહ્યું છે ઓફલાઇન આધાર વેરિફિકેશન એપ, સલામત અને પેપરલેસ

UIDAI ઓફલાઇન આધાર વેરિફિકેશન

UIDAI ઓફલાઇન આધાર વેરિફિકેશન
આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI ટૂંક સમયમાં એક નવી આધાર એપ લોન્ચ કરવા જઈ રહી છે. આ એપનું મુખ્ય લક્ષ્ય ઇન્ટરનેટ કનેક્શન વગર પણ સુરક્ષિત અને પેપરલેસ ઓળખ ચકાસણી પૂરી પાડવાનું છે. નાગરિકો હવે પોતાની ખાનગી માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકશે, જેના કારણે ડેટા લીક અથવા દુરુપયોગના ખતરા ઘટાડવામાં આવશે.
ઇન્ટરનેટ વગર આધાર ચકાસણી :
આ એપ યુઝરને આધારની વિગતો અથવા જરૂરી માહિતી ફક્ત સામેની સંસ્થા સાથે શેર કરવાની સગવડ આપે છે. ઇન્ટરનેટ વગર પણ ચહેરા દ્વારા ઓળખ (ફેસ વેરિફિકેશન) કરી શકાશે, જેનાથી વેરિફિકેશન પ્રક્રિયા વધુ સરળ અને સુરક્ષિત બની જશે.
દૈનિક કામકાજમાં સરળતા :
આ એપની મદદથી હોટેલ ચેક-ઇન, સોસાયટીમાં પ્રવેશ, ઇવેન્ટમાં એન્ટ્રી અને અન્ય જગ્યાએ સરળતાથી વેરિફિકેશન થઈ શકે છે. QR કોડ આધારિત ચકાસણી સમગ્ર પ્રક્રિયાને ઝડપી અને સુરક્ષિત બનાવશે.
મુખ્ય સુવિધાઓ :
માહિતી શેરિંગ પર નિયંત્રણ: યુઝર પોતાના આધારની તમામ માહિતી અથવા ફક્ત જરૂરી વિગતો જ શેર કરી શકે છે
ઓફલાઇન ચકાસણી: ઇન્ટરનેટ વગર પણ વેરિફિકેશન શક્ય
બાયોમેટ્રિક સુરક્ષા: બાયોમેટ્રિક ડેટા લોક અને અનલોક કરી શકાશે
ફેમિલી મેનેજમેન્ટ: એક એપમાં મહત્તમ 5 પરિવારના સભ્યોની માહિતી મેનેજ કરી શકાશે
સરળ અપડેટ: મોબાઇલ નંબર અને સરનામું ઝડપથી બદલવાની સુવિધા
લૉન્ચની માહિતી :
આ એપ ટૂંક સમયમાં સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ થશે. UIDAI દ્વારા લાવેલી આ નવી ટેકનોલોજી ડિજિટલ ઇન્ડિયાના દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ