દિલ્હીમાં નવો નિયમ: PUC નહી તો પેટ્રોલ પણ નહીં
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા GRAPનો ચોથો તબક્કો લાગુ કરતા જનજીવન પર મોટી અસર પડશે..

PUC નહી તો પેટ્રોલ પણ નહીં

PUC નહી તો પેટ્રોલ પણ નહીં
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા આજ, ગુરુવારથી 'ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન' (GRAP)નો ચોથો તબક્કો લાગુ કરી દેવામાં આવ્યો છે. આ કડક આદેશો હેઠળ દિલ્હીમાં હવે પ્રદૂષણ મુક્ત વાહનો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેના કારણે દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં રહેતા લાખો લોકોના જનજીવન પર મોટી અસર પડી છે.
'નો પીયુસી, નો ફ્યુઅલ'નો કડક અમલ દિલ્હીના તમામ પેટ્રોલ પંપ પર હવે 'નો પીયુસી, નો ફ્યુઅલ' (No PUC, No Fuel) નિયમ અમલી બન્યો છે. એટલે કે, જો તમારી પાસે માન્ય 'પોલ્યુશન અંડર કંટ્રોલ' સર્ટિફિકેટ નહીં હોય, તો તમને પેટ્રોલ, ડીઝલ કે સીએનજી મળશે નહીં. પેટ્રોલ પંપ પર ઓટોમેટિક નંબર પ્લેટ રીડર (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે, જે પીયુસી વગરના વાહનોની તુરંત ઓળખ કરી લેશે.
આ ઉપરાંત, દિલ્હીમાં હવે માત્ર BS-6 એન્જિન ધરાવતી ગાડીઓને જ પ્રવેશ મળશે. આ નિર્ણયથી નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદથી રોજ આવતા-જતા અંદાજે 12 લાખ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ઓફિસોમાં WFH અને શાળા કોલેજોમાં ફેરફાર વધતા પ્રદૂષણને જોતા દિલ્હી સરકારે તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત બનાવ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો, પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાર્થીઓને ઓનલાઈન અથવા રૂબરૂ હાજર રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
સીએનજી, ઇલેક્ટ્રિક વાહનો અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા વાહનોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી અને રાહત આ મામલે સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે જણાવ્યું કે માત્ર નિયમો બનાવવા પૂરતા નથી, પરંતુ તેનો અમલ વ્યવહારુ હોવો જોઈએ. ટ્રાફિક જામ ન થાય તે માટે દિલ્હીની સરહદો પરના 9 ટોલ પ્લાઝાને અસ્થાયી રૂપે હટાવવા અથવા બંધ કરવા સૂચના અપાઈ છે.
બીજી તરફ, પ્રદૂષણના પ્રતિબંધોને કારણે બેરોજગાર થયેલા નોંધાયેલા બાંધકામ મજૂરોને દિલ્હી સરકાર તરફથી ₹10,000ની સહાય સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ