રાષ્ટ્રીય પ્રેસ દિવસ: AI યુગમાં પત્રકારત્વ
લોકશાહીનો ચોથો સ્તંભ: સ્વતંત્રતા અને પક્ષપાતમુક્ત રિપોર્ટિંગનું મહત્વ

રાષ્ટ્રીય પ્રેસ દિવસ

રાષ્ટ્રીય પ્રેસ દિવસ
ભારતમાં દર વર્ષે 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ (National Press Day) મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)ની સ્થાપનાને સન્માન આપવા માટે કરવામાં આવે છે. PCIની સ્થાપના 16 નવેમ્બર, 1966ના રોજ થઈ હતી. પ્રથમ પ્રેસ કમિશન (1956)ની ભલામણોના આધારે સ્થપાયેલી આ સ્વતંત્ર સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારત્વને બાહ્ય હસ્તક્ષેપથી મુક્ત રાખીને તેના ઉચ્ચ નૈતિક ધોરણો જાળવવાનો છે.
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન 'કેસરી' અને 'અમૃત બજાર પત્રિકા' જેવા અખબારોએ જનતાના અભિપ્રાયને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આઝાદી પછી પણ, પ્રેસે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે સરકારના કાર્યમાં પારદર્શિતા જાળવવાનું અને સત્તાધારીઓને જવાબદાર ઠેરવવાનું કાર્ય સતત કર્યું છે.
વર્તમાન પડકારો
રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર પ્રેસની સ્વતંત્રતા અને તેની જવાબદારીઓ વિશે જાગૃતિ અભિયાન અને જાહેર ચર્ચાઓનું આયોજન કરવામાં આવે છે. જોકે, વર્તમાન સમયમાં ભારતમાં પ્રેસની સ્વતંત્રતા સાથે સમાધાન થઈ રહ્યું હોવાના આક્ષેપો ઊભા થયા છે. કેટલાક સમાચાર સંગઠનો પર પક્ષપાતી રિપોર્ટિંગ કરવા અને મુદ્દાઓના માત્ર નકારાત્મક પાસાઓને પ્રકાશિત કરીને નબળા અને અવાજવિહોણા લોકો પ્રત્યે નુકસાનને પ્રોત્સાહિત કરવાનો આરોપ છે.
ઉદાહરણ તરીકે, રખડતા પ્રાણીઓ વિરુદ્ધનું કવરેજ ક્રૂરતામાં વધારો કરી રહ્યું છે, સતત વધતા અકસ્માતના સમાચારો વચ્ચે જે અરેરાટી ઉભી કરતી તસ્વીર કે વિડીયો સીધા ન મુકવા જેવા પત્રકારત્વના નૈતિક ધોરણો સામે સવાલ ઊભો કરે છે.
AI યુગમાં પત્રકારત્વ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉદયથી પત્રકારત્વ પર ઊંડો પ્રભાવ પડ્યો છે. એક તરફ, AI ડેટાનું વિશ્લેષણ કરવામાં, તથ્યોની ચકાસણી કરવામાં અને સમાચાર સામગ્રી જનરેટ કરવામાં મદદરૂપ થઈ શકે છે, જેનાથી કાર્યક્ષમતા વધે છે.
જોકે, AIના કારણે કેટલાક ગંભીર પડકારો જેવા કે, રોજગાર વિસ્થાપનથી નોકરીઓ છીનવાઈ જવાનો ભય, એલ્ગોરિધમિક પક્ષપાત અથવા અસંતુલિત માહિતીનું પ્રસારણ, AI-સર્જિત અથવા મેનીપ્યુલેટેડ ચિત્રો અને વિડિયોઝ દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનો ખતરો ઉભા થાય છે.
59 વર્ષ પહેલાં PCI દ્વારા નિર્ધારિત કરાયેલા નૈતિક ધોરણો જાળવવા માટે આ પડકારોનો સામનો કરવો અને ટેકનોલોજીનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો અનિવાર્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ