ડો.ડેથને અઝમલ કસાબનું ભૂત ડરાવે છે.. છોટા રાજનની જેમ જ....
આજે બપોરે 12થી 1ની વચ્ચે દિલ્હી લવાશે આતંકી તહવ્વુર રાણાને..

આજે બપોરે 12થી 1ની વચ્ચે દિલ્હી લવાશે આતંકી તહવ્વુર રાણાને..

આજે બપોરે 12થી 1ની વચ્ચે દિલ્હી લવાશે આતંકી તહવ્વુર રાણાને..
26/11 મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા ને ગુરુવાર બપોર સુધીમાં ભારત લવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAW ની સંયુક્ત ટીમ રાણાને ખાસ ફ્લાઇટમાં અમેરિકાથી ભારત લાવી રહી છે. તેને પહેલા દિલ્હીની તિહાર જેલમાં રાખવાની તૈયારીઓ ચાલી રહી છે. બાદમાં તેને મુંબઈ લઈ જઈ શકાય છે. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેને મુંબઈ જેલમાં એ જ સેલ (બેરેક નંબર ૧૨)માં રાખી શકાય છે જ્યાં આતંકવાદી અજમલ કસાબને રાખવામાં આવ્યો હતો. તેનેદિલ્હી એરપોર્ટથી NIA હેડક્વાર્ટર લઈ જવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. SWAT કમાન્ડો ટીમ એરપોર્ટ પર પહોંચી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA અને ROW ની સંયુક્ત ટીમ તહવ્વુર રાણાને બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે દિલ્હી લાવી શકે છે. અગાઉ તેમને 9 થી 10 વાગ્યાની વચ્ચે લાવવામાં આવે તેવી અપેક્ષા હતી. પરંતુ ઇંધણ રિફિલિંગને કારણે વચ્ચે સ્ટોપેજ લેવામાં આવ્યો છે. તેહસીનને એરપોર્ટથી NIA હેડક્વાર્ટર લઈ જવો કે નહીં તે અંગેનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવશે.
આતંકવાદી તહવ્વુર ભારતીય ધરતી પર પગ મૂકતાની સાથે જ તેને ત્રણ સ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SWAT ઉપરાંત, દિલ્હી પોલીસ અને CRPFની ખાસ ટીમો તેમની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. દિલ્હી એરપોર્ટથી NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા બાદ, આતંકવાદી તહવ્વુર રાણાનો ત્યાં મેડિકલ ટેસ્ટ થઈ શકે છે. કોર્ટમાં તેમની હાજરી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ શકે છે. તેને કોર્ટમાં રજૂ કર્યા પછી, તપાસ એજન્સી તેના રિમાન્ડ માંગશે.
છોટા રાજન જેવી જ પદ્ધતિનો ઉપયોગ તહવ્વુર રાણાને એરપોર્ટથી NIA હેડક્વાર્ટર લઈ જવા માટે થઈ શકે છે. જ્યારે છોટા રાજનને ભારત લાવવામાં આવ્યો, ત્યારે પોલીસે તેને CBI મુખ્યાલય લઈ જવા માટે 2-3 કાફલા તૈયાર કર્યા હતા. દરેક કાફલામાં સમાન વાહનો હતા; આ બધા કાફલા એક જ સમયે રવાના થયા. આમાંથી એકમાં, છોટા રાજનને સીબીઆઈ મુખ્યાલય લઈ જવામાં આવ્યો હતો; બીજા બધા કાફલા ડમી હતા. સુરક્ષા કારણોસર આ કરવામાં આવ્યું હતું. તહવ્વુરના કિસ્સામાં પણ આવું જ કરી શકાય છે.
મુંબઈ સેન્ટ્રલ જેલનો બેરેક નંબર 12 સામાન્ય બેરેક કરતા અલગ છે અને વધુ સુરક્ષિત સ્થળ છે. તેના બધા રૂમ ભરેલા નથી. કસાબના સમયમાં, આ ઇમારતમાં એક અલગ રસોડું પણ હતું. જેલના એક સૂત્રના જણાવ્યા અનુસાર, રાણાને બેરેક નંબર 12 ના ગ્રાઉન્ડ ફ્લોર પરના ત્રણ સેલમાંથી કોઈપણ એકમાં રાખી શકાય છે.
મુંબઈ સેન્ટ્રલ જેલને આર્થર રોડ જેલ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ એકરમાં ફેલાયેલી આ જેલ 1925માં બનાવવામાં આવી હતી. તેમાં 11100 કેદીઓ રાખવાની ક્ષમતા છે. પરંતુ અહીં સરેરાશ 4,000 કેદીઓ રહે છે. માહિતી સામે આવી છે કે તેહવ્વુરને પણ એ જ જેલમાં રાખવામાં આવ્યો છે. તહવ્વુર રાણાને દિલ્હીથી મુંબઈ ટ્રાયલ માટે લઈ જવામાં આવે ત્યારે આર્થર રોડ જેલના બેરેક નંબર 12માં રાખી શકાય તેમ છે. રિપોર્ટ મુજબ, બેરેક નંબર 12 એ જ જગ્યા છે જ્યાં નવેમ્બર 2012માં ફાંસી આપતા પહેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને રાખવામાં આવ્યો હતો. જોકે, જેલ અધિકારીએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.
તહવ્વુર રાણાની આ રહી ટાઇમ લાઇન
• 2009 માં, તહવ્વુરને ડેનિશ અખબાર પર હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
• 2011 માં, રાણાને અખબાર હુમલા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો અને 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.
• 2019 માં, ભારતે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગણી કરતી એક રાજદ્વારી નોંધ અમેરિકાને સુપરત કરી.
• 2020 માં, ભારતે રાણાની કામચલાઉ ધરપકડ માટે ઔપચારિક ફરિયાદ નોંધાવી.
• 13 નવેમ્બર, 2024ના રોજ યુએસ સુપ્રીમ કોર્ટમાં પ્રત્યાર્પણ સામે એક અરજી દાખલ કરવામાં આવી હતી.
• 16 ડિસેમ્બર, 2024ના રોજ, યુ.એસ. સોલિસિટર જનરલ એલિઝાબેથ બી. પ્રીલોગરે સુપ્રીમ કોર્ટને રાણાની અરજી ફગાવી દેવા વિનંતી કરી.
• 21 જાન્યુઆરી, 2025ના રોજ, યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની અરજી ફગાવી દીધી, જેનાથી તેના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો.
• સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી કે તે રાણાના પ્રત્યાર્પણ અંગેના આગામી પગલાંનું મૂલ્યાંકન કરશે.
• ફેબ્રુઆરી 2025 માં, ટ્રમ્પે રાણાના ભારત પ્રત્યાર્પણની પુષ્ટિ કરી.
• 7 માર્ચ 2025: યુએસ સુપ્રીમ કોર્ટે સ્વાસ્થ્યના કારણોસર આતંકવાદી તહવ્વુર રાણાની અરજી ફગાવી દીધી.
• તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, તે 10 એપ્રિલ, 2025 ના રોજ બપોર સુધીમાં ભારત પહોંચી શકે છે
આ પણ વાંચો બિહારમાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા
આપ અમારી WhatsApp ચેનલ સાથે પણ જોડાઇ શકો છો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ