સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ગરમ કર્યો મુદ્દો
ગુજરાતમાં યુરિયા ખાતરની અછત, કાળાબજારી રોકવા કેન્દ્રને ઘેરી

ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂની તો હોમ ડિલિવરી થઈ રહી છે, પરંતુ ખેડૂતોને યુરિયા મળતું નથી.

ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂની તો હોમ ડિલિવરી થઈ રહી છે, પરંતુ ખેડૂતોને યુરિયા મળતું નથી.
ગુજરાતમાં રવિ પાકના વાવેતર વચ્ચે યુરિયા ખાતરની ભયાનક અછતથી ખેડૂતો વલખાં મારી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારને આડે હાથે લીધા.
ગેનીબેન ઠાકોરે કહ્યું: “ગુજરાતમાં ખેડૂતો આખી રાત લાઈનમાં ઊભા રહે છે, છતાં યુરિયા ખાતર મળતું નથી. એક ખેડૂતને માંડ ૨-૩ બેગ મળે છે, બાકીનું કાળા બજારમાં ₹૧૨૦૦-૧૫૦૦માં વેચાય છે. ચોમાસામાં માવઠું, હવે ખાતરની અછત – ખેડૂતોને બરબાદ કરવાનું કાવતરું છે શું? કેન્દ્ર સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને કાળાબજારી રોકે.”
રાજ્યમાં ખાતરની હાલત શું છે?રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ સ્વીકાર્યું કે “ખાતરની અછતની ફરિયાદો અમારા ધ્યાને આવી છે. કેન્દ્ર સાથે વાત કરીને ઝડપથી વધુ જથ્થો મંગાવીશું અને વિતરણ વ્યવસ્થા સુધારીશું.” પરંતુ હજુ સુધી કોઈ મોટું પગલું લેવાયું નથી.
કોંગ્રેસનો આક્ષેપ: ‘ભાજપની નીતિઓથી ખેડૂતો ત્રાહિમામ’કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, “ગુજરાતમાં ખાતરની અછત નવી નથી. દર વર્ષે આ જ થાય છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોને બરબાદ કરી રહી છે. કાળાબજારીના માલિકોને સંરક્ષણ આપવામાં આવે છે.”
આ મુદ્દે સંસદમાં ગેનીબેનના વક્તવ્ય પછી વિપક્ષે પણ સરકારને ઘેરી છે. હવે કેન્દ્ર સરકારનો જવાબ અને ગુજરાતમાં ખાતરનો વધુ જથ્થો ક્યારે આવશે તેના પર ખેડૂતોની નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ