શીતળાષ્ટમીએ મઘરા મંદિરમાં માતમ: 8 જિંદગીઓ હોમાઈ
ચૈત્ર માસના છેલ્લા મંગળવારે શીતલાષ્ટમી મંદિરમાં ભારે ભીડ વચ્ચે અફવા ફેલાતા સર્જાઈ દુર્ઘટના

શીતળાષ્ટમીએ મઘરા મંદિરમાં માતમ

શીતળાષ્ટમીએ મઘરા મંદિરમાં માતમ
બિહારના બિહાર શરીફ સ્થિત મઘરા વિસ્તારમાં આવેલા શીતલાષ્ટમી મંદિરમાં મંગળવારે (31 માર્ચ) વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચૈત્ર માસના છેલ્લા મંગળવારે પૂજા અર્ચના કરવા ઉમટેલા શ્રદ્ધાળુઓમાં અચાનક ફેલાયેલી અફવાને કારણે નાસભાગ મચી ગઈ હતી.
આ ભયાનક નાસભાગમાં 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
અફવાને કારણે સર્જાઈ 'સ્ટેમ્પિડ' જેવી સ્થિતિ
મળતી માહિતી મુજબ, શીતલાષ્ટમીના અવસરે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ દરમિયાન કોઈ અજ્ઞાત કારણોસર અફવા ફેલાતા ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. સેકન્ડોમાં જ સ્થિતિ એટલી વિકટ બની ગઈ કે લોકો એકબીજા પર કચડાયા હતા.
સ્થાનિક લોકો અને પોલીસ વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોને બિહાર શરીફની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બીજી તરફ, બિહાર આજે એક મોટા શૈક્ષણિક કાર્યક્રમનું યજમાન બનવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે રાજગીરની મુલાકાતે છે. તેઓ નાલંદા યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. રાષ્ટ્રપતિ તરીકે નાલંદા યુનિવર્સિટીની આ તેમની પ્રથમ મુલાકાત છે.
આ ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરશે અને પદવીઓ એનાયત કરશે. આ વર્ષે કુલ 31 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 617 વિદ્યાર્થીઓ સ્નાતક થઈ રહ્યા છે.
આ પ્રસંગે ભારત અને વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જોકે, એક તરફ આ શૈક્ષણિક મહોત્સવની ઉજવણી છે, તો બીજી તરફ બિહાર શરીફની દુર્ઘટનાને કારણે શોકનું મોજું ફરી વળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?