મેવાડ શાહી પરિવારનો સંપત્તિ વિવાદ સુપ્રીમ કોર્ટમાં
મહારાજા અરવિંદ સિંહ મેવાડના વસિયતનામા પર ડખો,દિલ્હી હાઈકોર્ટમાં થશે

મેવાડ શાહી પરિવાર

મેવાડ શાહી પરિવાર
મેવાડ રાજપરિવારમાં મિલકતનો જંગ: સુપ્રીમ કોર્ટે તમામ કેસો દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા, જાન્યુઆરીમાં સુનાવણી
મેવાડના શાહી પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલો સંપત્તિનો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો છે. મહારાજા અરવિંદ સિંહ મેવાડના વસિયતનામાને પડકારતી અરજીઓ બાદ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. આ વિવાદની જટિલતાને જોતા કોર્ટે તમામ સંબંધિત કેસોને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.
જાન્યુઆરી 2026માં થશે આગામી સુનાવણી :
સુપ્રીમ કોર્ટે બોમ્બે અને રાજસ્થાન હાઈકોર્ટને આદેશ આપ્યો છે કે તેઓ મિલકત વિવાદ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો દિલ્હી હાઈકોર્ટને સુપરત કરે. આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી 2026માં હાથ ધરવામાં આવશે. ખાસ કરીને શાહી ઘરેણાં અને કિંમતી જંગમ મિલકતોના સંરક્ષણ માટે વહીવટદારની નિમણૂક અંગે પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.
શું છે આ વિવાદનો ઈતિહાસ?
આ વિવાદના મૂળ વર્ષ 1955માં નંખાયા હતા. મહારાણા ભગવતસિંહ મેવાડે જ્યારે પોતાની પારિવારિક મિલકતો વેચવાનો નિર્ણય લીધો ત્યારે તેમના મોટા પુત્ર મહેન્દ્રસિંહએ તેનો વિરોધ કર્યો હતો. પિતા-પુત્ર વચ્ચેના આ મતભેદો એટલા વધ્યા કે ભગવતસિંહે મોટા પુત્રને બદલે નાના પુત્ર અરવિંદસિંહ મેવાડને વસિયતનામામાં તમામ જવાબદારીઓ સોંપી દીધી હતી. ત્યારથી આ કાયદાકીય લડાઈ સતત ચાલી રહી છે.
વર્ષોની કાયદાકીય લડાઈ અને નવો વળાંક :
વર્ષ 2020માં ઉદયપુર જિલ્લા અદાલતે મિલકતના ચાર ભાગ કરવાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ તે નિર્ણયથી સંતોષ ન થતા મામલો આગળ વધ્યો. માર્ચ 2025માં અરવિંદસિંહ મેવાડના નિધન બાદ હવે તેમના સંતાનો વચ્ચે પણ મિલકતને લઈને વિવાદ વકર્યો છે. હાલ લક્ષ્યરાજસિંહ મેવાડ અને તેમની બહેન પદ્મજા કુમારી વચ્ચે કાયદાકીય જંગ ચાલી રહ્યો છે, જેના પર હવે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ