દિલ્હીમાં નકલી પાસપોર્ટ સાથે મહેસાણાનો યુવક ઝડપાયો
અમેરિકાથી ડિપોર્ટ થતાં અન્યના નામે પાસપોર્ટ ઉપયોગ કર્યો, IGI એરપોર્ટ પર ધરપકડ

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફાઈલ તસવીર

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફાઈલ તસવીર
ગેરકાયદે અમેરિકા ગયેલા મહેસાણાના યુવકની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) પર ધરપકડ કરવામાં આવી છે. યુવક અન્ય વ્યક્તિના નામે જારી કરાયેલા નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી અમેરિકાથી પરત ફર્યો હતો. અમેરિકાએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની કાર્યવાહી કરીને યુવકને ડિપોર્ટ કર્યો હતો.
મહેસાણાની ગાયત્રી સોસાયટીના રહેવાસી જીગર પટેલના મુસાફરી દસ્તાવેજોમાં વિસંગતતાઓ જણાતા ઇમિગ્રેશન અધિકારીઓએ દિલ્હીના IGI એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જીગર પટેલ ફ્લાઇટ AI 126 દ્વારા ડિપોર્ટી તરીકે અમેરિકાથી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 3 પર પહોંચ્યા હતા.
ફરિયાદ મુજબ તેમના પ્રવાસના ઇતિહાસની તપાસમાં જાણવા મળ્યું કે જીગર પટેલ એપ્રિલ 2013 માં ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ ગયા હતા. જેની અવધિ જૂન 2022 માં સમાપ્ત થઈ ગઈ હતી. ભારત પરત ફરવા માટે તેમણે ઉત્તરપ્રદેશના કુશીનગરના રહેવાસી ખુર્શેદ અંસારીના નામે 2019 માં ન્યૂયોર્કમાં જારી કરાયેલા એક અલગ પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. સત્તાવાર રેકોર્ડમાં પાસપોર્ટને "ખોવાયેલો" જાહેર કરવામાં આવ્યો હતો.
ઇમિગ્રેશન અધિકારીઓએ શોધી કાઢ્યું કે, આગમન માટે વપરાયેલો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ સુરક્ષા ધોરણોને પૂર્ણ નહી કરતાં ઈમિગ્રેશન અધિકારીઓને શંકા ગઈ હતી. FIR માં નોંધ્યું છે કે લેસર પર્ફોરેશન મેન્યુઅલી કરવામાં આવ્યું હતું. બાયો પેજ પર અરજદારની છબી ખામીયુક્ત હતી, પૃષ્ઠોમાંથી UV રેસા ગાયબ હતા અને રાષ્ટ્રીય પ્રતિક વોટરમાર્ક દેખાતો ન હતો.
પૂછપરછ દરમિયાન જીગર પટેલે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે, તેણે અમદાવાદના રોકી નામના એજન્ટ દ્વારા બનાવટી પાસપોર્ટ મેળવ્યો હતો. પોલીસે કહ્યું કે, આ કૃત્ય ભારતીય ઇમિગ્રેશન અધિકારીઓને છેતરપિંડી અને સત્તાવાર દસ્તાવેજોની બનાવટી સમાન છે.
ભારતીય ન્યાય સંહિતા દ્વારા છેતરપિંડી બનાવટી દસ્તાવેજોને અસલી તરીકે રજૂ કરવા અને ગુનાહિત કાવતરું ઘડવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં પાસપોર્ટ કાયદાની જોગવાઈઓ પણ સામેલ છે. નકલી પાસપોર્ટ, મુસાફરોના લોગ અને સીસીટીવી ફૂટેજ જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે વધુ તપાસ આઈજીઆઈ એરપોર્ટ પોલીસને સોંપવામાં આવી છે.
આ ઘટનાથી વાકેફ સૂત્રોએ જણાવ્યું કે, યુએસ સત્તાવાળાઓએ અમલીકરણમાં વધારો કરતા ઘણા ગેરકાયદે ભારતીયો, ખાસ કરીને ગુજરાતના લોકો સ્વ-દેશનિકાલનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. યુએસમાં પ્રવેશ કરવો મુશ્કેલ બની ગયો છે, પરંતુ હવે બહાર નીકળવું પણ સરળ નથી. કેટલાક લોકો પાછા ફરવા માટે ડુપ્લિકેટ અથવા ઉધાર લીધેલા પાસપોર્ટ સહિત ગેરકાયદે શોર્ટકટનો ઉપયોગ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, આ કેસ વિદેશમાં અમલીકરણના ડરથી પ્રેરિત ઇમિગ્રેશન છેતરપિંડીના નવા પરિમાણને પ્રકાશિત કરે છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.