મહારાષ્ટ્રમાં મહાયુતીનો દબદબો
નિક ચૂંટણીમાં પ્રચંડ વિજય, ભાજપ સૌથી મોટી પાર્ટી બની; ઠાકરે-પવાર અને કોંગ્રેસને મોટો ઝટકો

મહાયુતીનો દબદબો

મહાયુતીનો દબદબો
મહારાષ્ટ્રમાં 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતની ચૂંટણીના પરિણામોમાં સત્તારૂઢ મહાયુતી ગઠબંધને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA)ને મોટો ઝટકો લાગ્યો છે. આ પરિણામો આગામી મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને અન્ય મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મહાયુતીને મજબૂત સંકેત આપે છે.
નગર પરિષદ અને નગર પંચાયતમાં મહાયુતીની આગેકૂચઆ વિજય શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ભાજપ અને મહાયુતીની પકડ મજબૂત થઈ હોવાનું દર્શાવે છે. કેટલાક સ્થળોએ ગઠબંધનના સહયોગીઓ વચ્ચે "ફ્રેન્ડલી ફાઈટ" હોવા છતાં મહાયુતીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ પરિણામો 2024ની વિધાનસભા ચૂંટણીમાં મળેલા વિજયને વધુ મજબૂત કરે છે અને આગામી BMC ચૂંટણી માટે ઉત્સાહ વધારે છે.
ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી – 2 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરે. આ પરિણામો મહારાષ્ટ્રની રાજકીય તસવીરને વધુ સ્પષ્ટ કરે છે, જ્યાં મહાયુતીનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ