મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર રવિવારે વહેલી સવારે થયેલી નાસભાગમાં 10 લોકો ઘાયલ થયા હતા. ઘટના રવિવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી. મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર મુસાફરોની ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. જેમાં દસ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પર ભારે ભીડ હતી જેને ત્યાં હાજર પોલીસકર્મીઓ કાબૂમાં નહોતા કરી શક્યા જેના કારણે આ અકસ્માત થયો હતો. આપને જણાવી દઈએ કે અહીંથી ચાલતી સાપ્તાહિક બાંદ્રા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનનું શેડ્યૂલ રિશેડ્યુલ કરવામાં આવ્યું હતું અને ટ્રેન સવારે 5.10 વાગે રવાના થવાની હતી.પરંતુ આજે સવારે રીશેડ્યુલ થતાં ટ્રેન પ્લેટફોર્મ પર મોડી પહોંચી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ મોટી સંખ્યામાં લોકો ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેની જનરલ બોગીમાં ચડતી વખતે નાસભાગ મચી ગઈ હતી. રેલ્વેએ આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. કેટલાકના પગમાં પણ ફ્રેક્ચર થયું છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે લોકોને રજા આપવામાં આવી હતી. અન્ય લોકોની ભાભા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જો કે, ટ્રેન તેના પુન: નિર્ધારિત સમય 5.10 વાગ્યે રવાના થઈ હતી અને હવે સ્ટેશન પર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. હાલ દિવળીનો તહેવાર હોવાને કારણે મુંબઈ બહાર વસતા પરપ્રાંતિઓ પોતાને વતન જવા માટે મોટી સંખ્યામાં સ્ટેશન પર આવતા હોય છે, ત્યારે રેલવે કર્મીઓ દ્વારા પુરતી કાળજીઓ રાખવામાં આવતી હોય છે. પરંતુ લોકોની સંખ્યા વધારે હોવાના કારણે રેલવે કર્મીઓ અને પોલિસ પ્રસાસન તેમને કાબુમાં કરવામાં અસમર્થ હોય છે જેને કારણએ આવી ઘટનાઓ બનતી હોય છે. જો કે મોટી કોઈ મોટી જાનહાની થઈ હોવાનો અહેવાલ હાલ મળ્યો નથી.