'સૈન્યના હવાલે કેમ ન કર્યો મહાકુંભ
નાસભાગમાં શ્રદ્ધાળુઓના મોત પર રડી પડ્યાં મહામંડલેશ્વર પ્રેમાનંદ

'મારું હૃદય ખૂબ જ દુઃખી છે'

'મારું હૃદય ખૂબ જ દુઃખી છે'
પ્રયાગરાજમાં મહાકુંભમાં મધ્યરાત્રિએ ભીડ એટલું વધી ગઈ કે નાસભાગ મચી હતી. સંગમ કિનારે ભયંકર ભીડને કારણે થયેલી નાસભાગમાં 10થી વધુ લોકોના મૃત્યુ અને સાત લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ઈજાગ્રસ્તને કુંભ વિસ્તારના સેક્ટર 2ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુ:ખદ ઘટના અને ભીડને કારણે, મૌની અમાસના શાહી સ્નાન રદ કરવામાં આવી છે.
આ પરિસ્થિતિ વિશે વાત કરતી વખતે પંચાયતી અખાડાના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી શ્રી નિરંજની અચાનક રડવા લાગ્યા. તેમણે જણાવ્યું હતું કે, 'અમે પહેલાથી જ કહ્યું હતું કે કુંભની સુરક્ષા સેનાને સોંપવી જોઈએ પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં. કુંભ વહીવટી તંત્ર દ્વારા દૂષિત હતો. આ વાત આવે ત્યારે ભીડને સંભાળવાનું કામ પોલીસનું નથી. આનું પરિણામ એ આવ્યું કે અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા. આ ખૂબ જ દુઃખદ સમાચાર છે, મારું હૃદય ખૂબ જ દુઃખી છે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'જો કુંભને સેનાને સોંપવામાં આવ્યો હોત, તો મને નથી લાગતું કે આટલો મોટો અકસ્માત થયો હોત. મને ખૂબ જ દુઃખ છે.'
માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, 'મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઇ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઇ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા.
ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઇ રહ્યું છે.'
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ