Mahakumbh Stampede : અપીલ કરતા રહ્યા કમિશ્નર, સુતા રહ્યા શ્રદ્ધાળુઓ! અને પછી થઇ નાસભાગ...
Mahakumbh Stampede પહેલાનો પ્રયાગરાજ કમિશ્નરનો વીડિયો થયો વાયરલ...

મૌની અમાવસ્યા પર Maha kumbh માં સ્નાન કરવા માટે કરોડોની ભીડ પહોંચી...

મૌની અમાવસ્યા પર Maha kumbh માં સ્નાન કરવા માટે કરોડોની ભીડ પહોંચી...
મૌની અમાવસ્યા પર મહાકુંભમાં સ્નાન કરવા માટે કરોડોની ભીડ પહોંચી છે. ત્યાં અચાનક ભાગદોડ મચી ગઈ અને આ નાસભાગમાં ઘણા લોકોના મોત થયાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘાટના કિનારે મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં લોકો ઘાટ પર પહોંચી રહ્યા હતા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા. હવે કમિશ્નરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ લોકોને અપીલ કરતા જોવા મળી રહ્યા છે.
કમિશ્નરે લોકોને શું કહ્યું?
વીડિયોમાં બોલવામાં આવી રહ્યું છે કે, કમિશ્નર ઘાટના કિનારે બેઠેલા શ્રદ્ધાળુઓને અપીલ કરી રહ્યા છે કે અહીં બેસી રહેવાથી કોઈ ફાયદો નથી. તે લોકોને એમ કહીને સ્નાન કરીને જવાનું પણ કહી રહ્યા છે. ઉઠો અને સ્નાન કરો. આ તમારી સલામતી માટે છે. હવે ઘણા લોકો આવી રહ્યા છે અને નાસભાગ થવાની સંભાવના છે.
કમિશ્નરે લોકોને કરી અપીલ...
કમિશ્નરે લોકોને સમજાવ્યું કે તમે પહેલા આવ્યા છો એટલે અમૃત મેળવનારા પહેલા બનવું જોઈએ. સૌ હરિભક્તોને નમ્ર વિનંતી છે કે ઉઠો, ઉઠો, ઉઠો. તમને સુઈના જતા? તમે પ્રથમ આવનાર હોવાથી, પહેલા સ્નાન કરો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ભાગદોડ પહેલાનો છે. હવે કમિશ્નર વિજય વિશ્વાસ પંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો લોકોએ કમિશ્નરની વાત માની હોત તો કદાચ આટલી મોટી ઘટના ન બની હોત અથવા ઘટના ટળી હોત. કેટલાક લોકોનો દાવો છે કે ઘાટ તરફ મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન એક અફવા ફેલાઈ કે નાગા સાધુઓ સ્નાન કરવા આવી રહ્યા છે. આ પછી નાસભાગ મચી ગઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ