પહલગામ આતંકી હુમલામાં લશ્કરનો ષડયંત્ર ખુલાસો
NIAની તપાસમાં પહલગામ હુમલામાં લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટની ભૂમિકા સામે આવી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જમ્મુની સ્પેશિયલ કોર્ટમાં પહલગામ આતંકી હુમલા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. હુમલાના મુખ્ય સૂત્રધાર તરીકે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ સાજિદ જટ્ટનું નામ આપવામાં આવ્યું છે. NIAએ આતંકવાદી પર રૂપિયા 10 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે.
NIAએ ચાર્જશીટમાં સાજિદ જટ્ટને હુમલાનો મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે. સૈફુલ્લાહ પાકિસ્તાનના પંજાબ રાજ્યના કસૂર જિલ્લાનો રહેવાસી છે. તેને લશ્કર-એ-તૈયબાનો સૌથી સક્રિય કમાન્ડર માનવામાં આવે છે. સંગઠનમાં હાફિઝ સઈદ પછી ત્રીજા ક્રમનો નેતા છે. સાજિદ લશ્કરના પ્રોક્સી સંગઠન ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો વડો છે. તેણે જ પહલગામ હુમલાને અંજામ આપ્યો હતો. ભારત સરકારે વર્ષ 2023માં TRF સંગઠન પર પ્રતિબંધ લાદ્યો હતો.
પહલગામ હુમલા મામલે ધરપકડ કરાયેલા બે સ્થાનિક રહેવાસીઓ, બશીર અહમદ જોથર અને પરવેઝ અહમદ જોથર સામે પણ ચાર્જશીટ દાખલ કરાઈ છે. બંનેએ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપી લોજિસ્ટિકલ સહાય પણ પૂરી પાડી હતી.
ચાર્જશીટ દાખલ કરવાની 180 દિવસની સમય મર્યાદા 18 ડિસેમ્બરે પૂરી થઈ રહી હતી. પરંતુ NIAએ સમયસર 15 ડિસેમ્બરે જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. તપાસ પૂરી કરવા માટે NIA એ કોર્ટ પાસે 45 દિવસનો વધારાનો સમય પણ મેળવ્યો હતો. NIA એ આ કેસમાં અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોની પૂછપરછ કરી છે.
પહલગામ નજીક બૈસરન ખીણમાં ઘૂસેલા આતંકવાદીઓએ 22 એપ્રિલ-2025ના રોજ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતીય સેનાએ લાહોર નજીક મુરીદકે, બહાવલપુર, કોટલી જેવા 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ