કેરળ: SAI હોસ્ટેલમાં બે આશાસ્પદ ખેલાડીઓના કરુણ મોત
કેરળના કોલ્લમમાં એથ્લેટ અને કબડ્ડી ખેલાડીના મૃતદેહ રૂમમાંથી મળી આવતા ચકચાર...

બે આશાસ્પદ ખેલાડીઓના કરુણ મોત

બે આશાસ્પદ ખેલાડીઓના કરુણ મોત
કેરળ રાજ્યના કોલ્લમ જિલ્લામાંથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ની હોસ્ટેલમાં તાલીમ લઈ રહેલી બે કિશોરીઓ ગુરુવારે સવારે તેમના રૂમમાંથી મૃત અવસ્થામાં મળી આવતા રમતજગત અને પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં 17 વર્ષીય એથ્લેટિક્સ તાલીમાર્થી સાન્દ્રા અને 15 વર્ષીય કબડ્ડી ખેલાડી વૈષ્ણવીનો સમાવેશ થાય છે.
ઘટનાની વિગતો મુજબ, દરરોજ સવારે તાલીમ માટે હાજર રહેતી આ બંને કિશોરીઓ ગુરુવારે સવારે 5 વાગ્યા સુધી ગ્રાઉન્ડ પર ન પહોંચતા સાથી ખેલાડીઓને શંકા ગઈ હતી. હોસ્ટેલ સત્તાધીશોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા અંતે દરવાજો તોડવામાં આવ્યો હતો. રૂમની અંદર બંને કિશોરીઓના મૃતદેહ મળી આવતા હોસ્ટેલ પ્રશાસને તુરંત પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક અહેવાલો મુજબ, બંને કિશોરીઓએ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સાન્દ્રા ધોરણ 12માં અભ્યાસ કરતી હતી અને કોઝિકોડની વતની હતી, જ્યારે વૈષ્ણવી ધોરણ 10માં ભણતી હતી અને તિરુવનંતપુરમની વતની હતી.
પોલીસને રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી, જેના કારણે મોતના કારણ હજુ પણ અકબંધ રહેલું છે. કોલ્લમ ઈસ્ટ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડી તપાસ શરૂ કરી છે.
હોસ્ટેલના અન્ય ખેલાડીઓ, કોચ અને વોર્ડનના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શું આ કિશોરીઓ કોઈ માનસિક દબાણમાં હતી કે પછી અન્ય કોઈ કારણ હતું, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણ પરથી પડદો ઉંચકાશે. આ ઘટનાએ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં રહેતા ખેલાડીઓની માનસિક સ્થિતિ અને સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.