‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે’
લોકસભામાં કંગના રણૌતના ભાષણે વિપક્ષ પર આકરા પ્રહાર, બ્રાઝિલિયન મહિલાની માફી માંગી

કંગના રણૌત

કંગના રણૌત
લોકસભાના શિયાળુ સત્રમાં ચૂંટણી સુધારાઓ પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં વિપક્ષ પર તીખા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, “PM મોદી EVM હેક કરતા નથી, પરંતુ તેઓ લોકોના દિલ હેક કરે છે.” આ નિવેદનથી સદનમાં હોબાળો મચી ગયો.
કંગનાએ પોતાના ભાષણમાં વિપક્ષના હંગામાને લોકશાહી વિરોધી ગણાવ્યો અને કહ્યું કે, આ વર્ષના તમામ સત્રોમાં વિપક્ષના હોબાળાને કારણે સદનની કાર્યવાહી અટકી છે. નવા સાંસદ તરીકેનો તેમનો અનુભવ ચિંતાજનક છે. તેમણે વિપક્ષ પાસે કોઈ ચોક્કસ તથ્યો કે રણનીતિ ન હોવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધી પર નિશાનકંગનાએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, “રાહુલ ગાંધી જ્યારે બોલવા ઊભા થયા ત્યારે આશા હતી કે તેઓ કોઈ મોટો ખુલાસો કરશે, પરંતુ તેમણે તથ્યો અને ગંભીરતા વગર ભાષણ કર્યું.”
બ્રાઝિલિયન મહિલાની તસવીરના દુરુપયોગ પર માફીરાહુલ ગાંધીએ હરિયાણા ચૂંટણીમાં વોટ ચોરીના આરોપમાં એક બ્રાઝિલિયન મહિલાની તસવીરનો ઉલ્લેખ કર્યો હતો. કંગનાએ આને ગંભીર અપમાન ગણાવ્યું અને કહ્યું કે, તે મહિલાએ જાતે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તેનો ભારત સાથે કોઈ સંબંધ નથી અને તે ક્યારેય ભારત આવી નથી. તેમ છતાં વિપક્ષે તેની તસવીરનો દુરુપયોગ કર્યો. “હું સદન તરફથી તે મહિલાની માફી માંગું છું. વિપક્ષે મહિલા સન્માનનું અપમાન કર્યું છે.”
કંગનાએ કોંગ્રેસ પર વારંવાર મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને વડાપ્રધાન મોદીએ મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે અનેક પગલાં ભર્યા હોવાનું જણાવ્યું.
EVM અને કોંગ્રેસના શાસન પર પ્રહારવિપક્ષના EVM હેકિંગના આરોપોને પાયાવિહોણા ગણાવતાં કંગનાએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં બેલેટ પેપરના સમયે ગેરરીતિ થતી હતી. તેમણે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજ નારાયણ કેસનો ઉલ્લેખ કર્યો, જેમાં ચૂંટણીમાં ગેરરીતિ માટે વડાપ્રધાનને દોષી ઠેરવવામાં આવ્યા હતા. વધુમાં, સોનિયા ગાંધી ભારતીય નાગરિક બન્યા વગર મતદાન કરતા રહ્યા હોવાનો આરોપ લગાવ્યો.
કંગનાના આ ભાષણથી ચૂંટણી સુધારાઓની ચર્ચા વધુ તીવ્ર બની અને સત્તા-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ