ATS-SOGના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ
ભિવાડીની ફાર્મા કંપનીમાં ચાલતું હતું નશાનું કાળું કારોબાર; 22 કિલો નશીલા દ્રવ્યો જપ્ત

ATS-SOGનું સંયુક્ત ઓપરેશન

ATS-SOGનું સંયુક્ત ઓપરેશન
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ ડ્રગ્સ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગઈકાલે 28 ડિસેમ્બર 2025ના રોજ, ગુજરાત ATSએ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસ સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન પાર પાડી રાજસ્થાનના ભિવાડીમાં ચાલતી ગેરકાયદેસર નશીલા પદાર્થોની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
તપાસ સંસ્થાઓને ચોક્કસ બાતમી મળી હતી કે ભિવાડીના ટાપુકારા તાલુકામાં આવેલા રીકો (RIICO) ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 'APL ફાર્મા' નામની કંપનીની આડમાં પ્રતિબંધિત નશીલા પદાર્થોનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસ કાફલાએ ભિવાડી ફેઝ-3 પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડીને ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે 22 કિલો જેટલો ગેરકાયદેસર સાયકોટ્રોપિક પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં મોટા પાયે 'અલ્પ્રાઝોલમ' (Alprazolam) ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન માત્ર તૈયાર નશીલા પદાર્થો જ નહીં, પરંતુ તેને બનાવવા માટે વપરાતું પ્રિકર્સર કેમિકલ અને અર્ધ-પ્રોસેસ્ડ ઇન્ટરમીડિયેટ જથ્થો પણ મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં
(1) અંશુલ અનિલકુમાર શાસ્ત્રી
(2) અખિલેશ કુમાર પારસનાથ મૌર્ય અને
(3) કૃષ્ણ કુમાર શ્રેઈ યાદવનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ફેક્ટરીમાં કામ કરતા ત્રણ શ્રમિકોની પણ અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફાર્મા યુનિટના નામે આ શખ્સો ગેરકાયદેસર રીતે કેમિકલ પ્રોસેસ કરીને નશાનું નેટવર્ક ચલાવતા હતા. હાલમાં ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસ આ ડ્રગ્સ ક્યાં સપ્લાય થવાનું હતું અને આ નેટવર્કના તાર કયા મોટા માથાઓ સાથે જોડાયેલા છે તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ