આજે ધમકી દિવસ છે કે શું? એર ઇન્ડિયા,હાવડા મેલ અને હવે નેશનલ લો યુનિવર્સિટીને ધમકી
ધમકી ભર્યા ઈ મેઈલથી હડકંપ

બોમ્બ બ્લાસ્ટ ધમકીથી હડકંપ

બોમ્બ બ્લાસ્ટ ધમકીથી હડકંપ
એર ઈન્ડિયા, મુંબઈ હાવડા મેલ બાદ હવે ગુજરાત નેશનલ લો કોલેજને પણ ધમકી ભર્યો ઈ મેઈલ મળ્યો છે. ઈ મેઈલને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોઈપણ શંકાસ્પદ બાબતો દેખાઈ ન હતી
મુંબઈ હાવડા મેલને સોમવારે બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તપાસ એજન્સીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.વિસ્ફોટની ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર દ્વારા બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. 'X' પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ સોમવારે સવારે 4 વાગે મુંબઈ હાવડા મેલને જલગાંવમાં રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. લગભગ બે કલાકની સઘન તપાસ પછી, સુરક્ષા કર્મચારીઓને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું, તેથી બોમ્બ શોધવાની ધમકી માત્ર અફવા સાબિત થઈ.
ફઝાલુદ્દીન નામના એકાઉન્ટ દ્વારા ટ્રેનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે "ઓ હિન્દુસ્તાની રેલ્વે, શું તમે આજે સવારે લોહીના આંસુ પાડશો? આજે ફ્લાઈટમાં અને ટ્રેન 12809માં પણ બોમ્બ મૂક્યો છે. નાશિક પહોંચતા પહેલા મોટો ધડાકો થશે."
તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેનમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી પ્લેનને દિલ્હી તરફ વાળવામાં આવ્યું હતું. હાલ શોધખોળ ચાલુ છે.
જે બાદ પ્લેનને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ફ્લાઇટની સઘન તપાસ કરી રહી છે.
આ અંગેની માહિતી દિલ્હી પોલીસે આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકીને જોતા તેને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. પ્લેન હાલમાં IGI એરપોર્ટ પર પાર્ક છે અને બોર્ડમાં મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાના વિમાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાત્રે 2 વાગે ઉડાન ભરી હતી. પ્લેન ન્યુયોર્ક જઈ રહ્યું હતું. ટેકઓફના થોડા સમય બાદ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, ત્યારબાદ તેને દિલ્હી તરફ વાળવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?