વંદે ભારતના ભોજનમાં જીવાત: IRCTCને ₹10 લાખનો દંડ
પટના ટ્રેનમાં પીરસાયું ગંદુ ભોજન; વીડિયો વાયરલ થતા લેવાયા પગલાં; કોન્ટ્રાક્ટ રદનો આદેશ..

વંદે ભારતના ભોજનમાં જીવાત: IRCTCને ₹10 લાખનો દંડ

વંદે ભારતના ભોજનમાં જીવાત: IRCTCને ₹10 લાખનો દંડ
ભારતની પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસમાં ભોજનની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ૧૫ માર્ચના રોજ પટના-ટાટાનગર વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 21896)માં મુસાફરી કરી રહેલા રિતેશ કુમાર સિંઘ નામના પેસેન્જરને પીરસવામાં આવેલા દહીંમાં જીવાત મળી આવી હતી.
પેસેન્જરે આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતા રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ટોર્ચ વડે જીવાત બતાવી, વીડિયો વાયરલ
રિતેશ કુમાર સિંઘ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રેલવે અધિકારીઓ ટોર્ચની મદદથી ભોજનનું નિરીક્ષણ કરી રહ્યા છે અને દહીંના બાઉલમાં જીવાત સ્પષ્ટપણે હલતી જોવા મળી રહી છે.
આ દ્રશ્ય જોઈ આસપાસના અન્ય મુસાફરો પણ એકઠા થઈ ગયા હતા અને રેલવે પાસે ફરિયાદ બુકની માંગણી કરી હતી. મુસાફરોએ આ વીડિયો ઓનલાઇન પોસ્ટ કરી રેલવેની બેદરકારીને ઉઘાડી પાડવા આગ્રહ કર્યો હતો.
આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેલવે મંત્રાલયે 'X' (અગાઉ ટ્વિટર) પર સત્તાવાર નિવેદન જાહેર કરી જણાવ્યું કે, આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે.
Live worms and insects were found in the Amul Dahi that was served to passanger on board 21896 Patna-Tatanagar Vande Bharat on March 15. In a landmark decision, Railways has penalized IRCTC with ₹10 lakh and the service provider with ₹50 lakh. pic.twitter.com/zrAae3Wgay
— Piyush Rai (@Benarasiyaa) March 25, 2026
દંડની રકમ: રેલવેએ IRCTC ને ₹10 લાખનો દંડ ફટકાર્યો છે.
કોન્ટ્રાક્ટ રદ: આ કેસમાં જવાબદાર સર્વિસ પ્રોવાઈડર પર ₹50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કરવાના આદેશ અપાયા છે.
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સુરક્ષા અને ભોજનની ગુણવત્તા તેમની ટોચની પ્રાથમિકતા છે અને આવી બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?