ઇન્ડિગોનું ઓપરેશન ગડબડાયું, 600થી વધુ ફ્લાઈટ રદ
પ્લાનિંગ ખામીથી ઇન્ડિગોની બે દિવસમાં 600 ફ્લાઈટ રદ, ફેબ્રુઆરી 10 સુધી સ્થિતિ સામાન્ય થવાની

ઇન્ડિગોનું ઓપરેશન ગડબડાયું

ઇન્ડિગોનું ઓપરેશન ગડબડાયું
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો માટે છેલ્લાં બે દિવસ ભારે અફરાતફરીભર્યા સાબિત થયા છે. ઓપરેશનલ ખામીઓ અને ક્રૂ મેનેજમેન્ટમાં ભૂલોના કારણે ઇન્ડિગોએ બે દિવસમાં 600થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે, જેના પરિણામે દેશભરના એરપોર્ટ્સ પર હજારો મુસાફરો ફસાયા છે.
માત્ર ગુરુવારે જ ઇન્ડિગોએ 400થી વધુ ફ્લાઇટ રદ કરી હતી. DGCAને આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીના “ખોટા અંદાજ અને આયોજનની ગંભીર ખામીઓ” આ પરિસ્થિતિ માટે જવાબદાર હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. સામાન્ય રીતે સમયપાલન માટે ઓળખાતી ઇન્ડિગોની ઓન-ટાઈમ પરફોર્મન્સ બુધવારે ઘટીને માત્ર 19.7 ટકા રહી હતી, જે મંગળવારે 35 ટકા હતી.
દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદરાબાદ જેવા મુખ્ય એરપોર્ટ્સ પર સ્થિતિ વધારે ખરાબ રહી. ગુજરાતના મુખ્ય શહેરોના એરપોર્ટ્સ પર પણ ફ્લાઈટસ રદ થઇ ગઈ હતી. ઉપલબ્ધ માહિતી મુજબ, બેંગલોર એરપોર્ટ પર 99, હૈદરાબાદમાં 79, દિલ્હીમાં 150 અને મુંબઈમાં 118 ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી, અને અનેક જગ્યાએ ટર્મિનલ પર ભારે ભીડ જોવા મળી.
આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ DGCA અને ઇન્ડિગોના અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. DGCA દ્વારા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુસાફરોને સંભાળવા માટે ઇન્ડિગો પાસે પૂરતા સ્ટાફની અછત હતી.
ઇન્ડિગોએ સ્વીકાર્યું છે કે ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટ્સ (FDTL)ના બીજા તબક્કાના અમલ દરમિયાન જરૂરિયાત કરતાં ઓછા ક્રૂનો અંદાજ લગાવવામાં આવ્યો, જેના કારણે આ સમસ્યા સર્જાઈ. એરલાઇનએ નિયમોમાં અમુક છૂટ આપવા માટે DGCA પાસે માગણી કરી છે અને જણાવ્યું છે કે સંચાલન સંપૂર્ણ રીતે સામાન્ય થવામાં 10 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય લાગી શકે છે.
એરલાઇન દ્વારા મુસાફરો પાસે માફી માગવામાં આવી છે અને આગામી કેટલાક દિવસોમાં વધુ ફ્લાઈટ્સ રદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. DGCA તરફથી આ અરજી અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ