ભારતનું પ્રાચીન જહાજ ઓમાનની સફરે રવાના
ખીલા વગર માત્ર દોરડાથી સીવેલું INSB કૌંડિન્યા પોરબંદરથી મસ્કત સુધી 1,400 KM નો પ્રવાસ ખેડશ

INSB કૌંડિન્યા પોરબંદરથી મસ્કતની સફરે

INSB કૌંડિન્યા પોરબંદરથી મસ્કતની સફરે
આ જહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની બનાવટમાં એક પણ લોખંડના ખીલાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેને 2,000 વર્ષ જૂની પ્રાચીન ટેકનોલોજી મુજબ લાકડાના પાટિયાઓને નાળિયેરના દોરડાથી સીવીને બનાવવામાં આવ્યું છે. કેરળના કુશળ કારીગરો અને પ્રખ્યાત જહાજ નિર્માતા બાબુ શંકરન દ્વારા નિર્મિત આ જહાજમાં હજારો સાંધા હાથથી સીવવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ જહાજની કોઈ લેખિત ડિઝાઇન ઉપલબ્ધ ન હોવાથી તેની રૂપરેખા અજંતાની ગુફાઓના ચિત્રો પરથી તૈયાર કરવામાં આવી છે.
પર્યાવરણલક્ષી અને પવન સંચાલિત: INSB કૌંડિન્યા સંપૂર્ણપણે કુદરતી સંસાધનો પર આધારિત છે. તે એન્જિનને બદલે પવનની દિશા અને કાપડના સઢની મદદથી આગળ વધશે. 65 ફૂટ લાંબુ અને 50 ટન વજન ધરાવતું આ જહાજ 15 દિવસની મુસાફરીમાં ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીનું 750 નોટિકલ માઇલ (1,400 કિમી) નું અંતર કાપશે. આ સાહસિક સફરમાં નૌકાદળના 13 ખલાસીઓ અને 3 અધિકારીઓ સામેલ છે.
PM મોદીનો હર્ષ અને ઐતિહાસિક મહત્વ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જહાજના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, આ અનોખા જહાજ દ્વારા ગલ્ફ દેશો સાથેના ભારતના હજારો વર્ષ જૂના દરિયાઈ અને સાંસ્કૃતિક સંબંધો ફરી જીવંત થશે. પ્રાચીન નાવિક કૌંડિન્યના નામ પરથી રાખવામાં આવેલું આ જહાજ ભારતની જહાજ નિર્માણ કુશળતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે.
Wonderful to see that INSV Kaundinya is embarking on her maiden voyage from Porbandar to Muscat, Oman. Built using the ancient Indian stitched-ship technique, this ship highlights India's rich maritime traditions. I congratulate the designers, artisans, shipbuilders and the… pic.twitter.com/bVfOF4WCVm
— Narendra Modi (@narendramodi) December 29, 2025
પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય: કેન્દ્ર સરકાર દ્વારા 2023માં મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ભવ્ય દરિયાઈ ઇતિહાસને ઉજાગર કરવાનો અને પરંપરાગત જ્ઞાનને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનો છે. ભારતીય નૌકાદળે આ જહાજની મજબૂતાઈની તમામ કસોટીઓ બાદ તેને આંતરરાષ્ટ્રીય સફર માટે લીલીઝંડી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ