રશિયા યુક્રેન યુદ્ધ, પીએમ મોદી રશિયાની મુલાકાતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતને ઘણા દેશોએ નિહાળી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી રશિયા પહોંચ્યા.
જ્યાં તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે યુદ્ધના મુદ્દા પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ યુદ્ધમાં મરનારા લોકો અને ખાસ કરીને બાળકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ યુદ્ધનો સમય નથી.
રશિયા યુક્રેન યુદ્ધમાં અમેરિકા યુક્રેનની સાથે છે. ત્યારે અમેરિકાએ વડાપ્રધાનના રશિયા પ્રવાસ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રશિયા અને ભારતના સારા સંબંધો છે.
જો ભારત ઈચ્છે તો રશિયાને યુદ્ધ રોકવા માટે મનાવી શકે છે. અમેરિકાનો દાવો કે ભારત યુદ્ધ રોકવાની ક્ષમતા ધરાવે છે જ્યારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરેન જીન-પિયરને વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની મુલાકાત અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે દરેક મુદ્દા પર સ્પષ્ટ ચર્ચા થઈ રહી છે.
જ્યારે યુક્રેનની વાત આવે છે, ત્યારે ભારત સહિત તમામ દેશો સ્થાયી શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે અમેરિકા માને છે કે ભારત રશિયા સાથે વાત કરીને આ યુદ્ધને રોકવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને રશિયા વચ્ચે 22મી વાર્ષિક સમિટ મંગળવારે યોજાઈ હતી,
જેમાં પીએમ મોદીએ યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકો અને ખાસ કરીને બાળકો પર ચિંતા વ્યક્ત કરી હતી. સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે માસુમ બાળકો યુદ્ધમાં મૃત્યુ પામે છે ત્યારે મારું હૃદય દ્રવી જાય છે. આ પીડા ખૂબ જ ભયાનક છે. આ યુદ્ધનો સમય નથી.