પુણે જેજુરી-મોરગાંવ રોડ પર ભયાનક અકસ્માત
સ્વિફ્ટ ડિઝાયર કાર અને પિકઅપ ટ્રક વચ્ચે અથડામણ

પુણે જેજુરી માર્ગ અકસ્માત

પુણે જેજુરી માર્ગ અકસ્માત
પુણેના જેજુરી-મોરગાંવ રોડ પર ભયાનક માર્ગ અકસ્માત :
બુધવારે સાંજે પુણે જિલ્લાના જેજુરી-મોરગાંવ રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો. સ્વિફ્ટ ડિઝાયર કાર અને પિકઅપ ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં કુલ આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે છ લોકો ઘાયલ થયા હતા.
ઘાયલોમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે, જેમને તરત જ જેજુરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના કેવી રીતે બની :
આ દુર્ઘટના સાંજે આશરે 7:15 વાગ્યે કિર્લોસ્કર કંપનીની સામે બની હતી. જેજુરીથી ઇન્દાપુર તરફ જઈ રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર આગળ ઉભેલા પિકઅપ ટેમ્પો સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા અને તેમાં સવાર લોકોનો ઘટનાસ્થળે જ મોત થયો હતો.
સ્થળ પરથી મળેલી માહિતી મુજબ, શ્રીરામ હોટલની બહાર પિકઅપ ટેમ્પો માલ ઉતારતો હતો ત્યારે પાછળથી કાર આવી ટકરાઈ. ભોગ બનેલાઓમાં ટેમ્પોના કર્મચારીઓ, હોટલ માલિક અને કારમાં સવાર મુસાફરોનો સમાવેશ થાય છે.
તપાસ અને કાર્યવાહી :
અકસ્માતની માહિતી મળતા જ પુણે ગ્રામીણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી. પોલીસ સૂત્રો મુજબ, મૃતકોમાં ચાર પુરુષો, એક મહિલા, પિકઅપ ડ્રાઇવર અને નજીક ઉભેલા બે લોકો સામેલ છે. સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ ચાલુ છે.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને અકસ્માતના કારણોની તપાસ માટે વાહનોનું ટેકનિકલ નિરીક્ષણ શરૂ કર્યું છે.
અકસ્માત બાદ હાહાકાર :
સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોમાં ભય અને દુઃખનું માહોલ છવાઈ ગયો હતો. અકસ્માતને કારણે માર્ગ પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. બચાવકર્મીઓએ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરીને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ