રામદેવરાના દર્શને જતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત
જોધપુર હાઇવે પર ટેમ્પો અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કરમાં 6 ગુજરાતીના મોત, ટેમ્પોના ભૂક્કા..

રામદેવરાના દર્શને જતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત

રામદેવરાના દર્શને જતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત
રાજસ્થાનના જોધપુર-બાલેસર નેશનલ હાઇવે નંબર 125 પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખારી બેરી ગામ નજીક બાજરીની બોરીઓ ભરેલા એક ટ્રક અને યાત્રીઓ ભરેલા ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થતાં 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 14 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મૃતકો અને ઘાયલોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના સાબરકાંઠા અને ધનસુરા (બનાસકાંઠા) વિસ્તારના રહેવાસી હતા અને રામદેવરાના દર્શન કરવા જઈ રહ્યા હતા.
ટક્કરમાં ટેમ્પોનો કચ્ચરઘાણ
બાલેસર પોલીસ સ્ટેશનના અધિકારી મૂળસિંહ ભાટીએ જણાવ્યું કે આ અકસ્માત રવિવારે સવારે લગભગ 5:30 વાગ્યે થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ટેમ્પોને સામેથી ટક્કર મારતા અકસ્માતની ભયાનકતા વધી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો આગળનો ભાગના ભુક્કે- ભુક્કા થઈ ગયા હતા, જ્યારે ટ્રક રોડથી આગળ જઈને પલટી મારી ગયો હતો. ટેમ્પોમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 20 શ્રદ્ધાળુઓ સવાર હતા.
મૃતકોમાં 4 બાળકો
પોલીસના જણાવ્યા અનુસાર, ટેમ્પોમાં સવાર ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકોનું જોધપુરની મથુરા દાસ માથુર (MDM) હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં 4 બાળકો પણ સામેલ છે. મૃતકોમાં કોકિલાબેન કાલૂસિંહ પરમાર (ઉં.વ. 58) અને પ્રિયા (ઉં.વ. 14)ની ઓળખ થઈ છે.
ઈજાગ્રસ્તોને જોધપુર રેફર કરાયા
આ ભીષણ અકસ્માતમાં 7 બાળકો સહિત કુલ 14 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક બાલેસરની સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે જોધપુરની MDM હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
ઘાયલોમાં મહેન્દ્રસિંહ, કાળુસિંહ, હિંમતસિંહ, કિશાભાઈ તેમજ અનુરાધા, વીરા, ઉમા, આરાધના, હની, નિકિતા, આશિક અને અર્જુન જેવા લોકોનો સમાવેશ થાય છે. પોલીસે ટ્રક અને ટેમ્પોને કબજામાં લઈને ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ