ટ્રક અને ટ્રાવેલર વચ્ચે ભયંકર ટક્કર
મહાકુંભથી પરત આવતા ગુજરાતના 4 શ્રદ્ધાળુનાં મોત

ટ્રક અને ટ્રાવેલર વચ્ચે ટક્કર

ટ્રક અને ટ્રાવેલર વચ્ચે ટક્કર
હાલ મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. વાહનોની ભારે ભીડના લીધે દરરોજ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે લીમખેડાના પાલ્લી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા, જ્યારે 8 લોકોને ઇજા પહોંચી છે. આ તમામ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે વધુ એકવાર શ્રદ્ધાળુઓની કાર અકસ્માતનો ભોગ બની છે. પ્રયાગરાજના કુંભ મેળામાં સ્નાન કરીને પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની કાર રસ્તા પર સાઇડમાં ઉભેલી ટ્રક સાથે ટકરાતાં 4 શ્રદ્ધાળુઓ મોતે ભેટ્યા હતા, મૃતક શ્રદ્ધાળુઓ ધોળકા અને અંકલેશ્વરના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 8 શ્રદ્ધાળુને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ