ગુજરાતના મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટનું તેડું
સચિવ મનોજકુમારે રખડતાં કૂતરાં અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ ન કરતાં કોર્ટે નારાજ

મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ

મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ
સિનિયર IAS અધિકારી મનોજ કુમાર દાસે ગુજરાતના 33મા મુખ્ય સચિવ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળતાની સાથે જ સુપ્રીમ કોર્ટનું તેડું આવ્યું હતું. આ મામલો રાજ્યમાં રખડતા કૂતરાના વધતા જતા મુદ્દા અને તેના વ્યવસ્થાપન સંબંધિત છે. ગુજરાતના મુખ્ય સચિવે 27 ઓક્ટોબર સુધીમાં આ મુદ્દે સોગંદનામું દાખલ ન કરતાં સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જેના પગલે, મનોજકુમાર દાસ 3 નવેમ્બર, સોમવારના રોજ સોગંદનામું રજૂ કરવા માટે દિલ્હી ગયા હતા અને સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયા હતા.
મુખ્ય સચિવને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે રાજ્યોના મુખ્ય સચિવોને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી, જે કાયદાકીય આદેશોના ઉલ્લંઘન પ્રત્યે કોર્ટની ગંભીરતા દર્શાવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 31 ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણીમાં તમામ રાજ્યોના મુખ્ય સચિવોને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ અપાયો હતો.
અમારા આદેશોનું કોઈ સન્માન નથી: સુપ્રીમ કોર્ટ જસ્ટિસ
જસ્ટિસ નાથે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જ્યારે અમે મુખ્ય સચિવોને સોગંદનામા દાખલ કરવાનું કહીએ છીએ, ત્યારે તેઓ તેના પર ચૂપ રહે છે. અમારા આદેશોનું કોઈ સન્માન નથી. તો ઠીક છે, તેમને આવવા દો. અમે તેમની સાથે વ્યવહાર કરીશું. આ કેસમાં પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી કોર્પોરેશન સિવાય એક પણ રાજ્યએ રખડતા કૂતરાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું ન હતું, જેના કારણે કોર્ટે અવગણના અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તમામ મુખ્ય સચિવોને રૂબરૂ હાજર થવા આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: રખડતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટની કડકાઈ
મુખ્ય સચિવોને રૂબરૂ હાજર રહેવાની જરૂર
જોકે, આજની સુનાવણી બાદ પરિસ્થિતિમાં થોડો ફેરફાર આવ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન. વી. અંજારિયાની બેન્ચે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી, દમણ અને દીવ સિવાયના તમામ રાજ્યોએ હવે તેમના સોગંદનામા દાખલ કરી દીધા છે. તેથી, હવે તમામ મુખ્ય સચિવોને રૂબરૂ હાજર રહેવાની જરૂર રહેશે નહિ.
આગામી સુનાવણી 7 નવેમ્બરે કરાશે
જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો સોગંદનામામાં કોઈ ભૂલ હશે, તો તેમને ફરીથી હાજર રહેવાની જરૂર પડી શકે છે. આ સાથે જ, સુપ્રીમ કોર્ટે દેશભરમાં રખડતા કૂતરાના હુમલાની વધતી સંખ્યાના કેસની સુનાવણી કરતાં એ પણ કહ્યું કે, તે સરકારી ઈમારતોના કેમ્પસમાં કૂતરાઓને ખવડાવવા અંગે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરશે. આ કેસની આગામી સુનાવણી 7 નવેમ્બરે અલગથી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ