નવા વર્ષે ખુશખબર: GST કલેક્શન ₹1.74 લાખ કરોડને પાર
ડિસેમ્બરમાં GST આવકમાં 6.1 ટકાનો ઉછાળો, ટેક્સ દરમાં ઘટાડા છતાં સરકારી તિજોરી છલકાઈ

GST કલેક્શન

GST કલેક્શન
નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ ભારત સરકાર માટે આર્થિક મોરચે રાહતના સમાચાર આવ્યા છે. ડિસેમ્બર 2025ના GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે દેશની મજબૂત આર્થિક સ્થિતિ અને વધતી આવકનો સંકેત આપે છે. વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 6.1 ટકાનો વધારો જોવા મળ્યો છે.
કલેક્શનમાં વાર્ષિક વૃદ્ધિ :
સરકારી ડેટા અનુસાર, ડિસેમ્બર 2025માં કુલ GST કલેક્શન 1.74 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. નોંધનીય છે કે ડિસેમ્બર 2024માં આ આંકડો 1.64 લાખ કરોડ રૂપિયા હતો. આમ, એક વર્ષના ગાળામાં સરકારની ટેક્સ આવકમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
આયાત અને ઘરેલું વેચાણની સ્થિતિ :
ઘરેલું ટ્રાન્જેક્શન: ઘરેલું વ્યવહારોમાંથી થતી આવક 1.2 ટકા વધીને 1.22 લાખ કરોડ રૂપિયા પર પહોંચી છે.
આયાત આવક: આયાતી માલ પરની આવકમાં 19.7 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે વધીને 51,977 કરોડ રૂપિયા થઈ છે.
રિફંડ: સરકાર દ્વારા આપવામાં આવતા રિફંડમાં પણ 31 ટકાનો વધારો થયો છે, જે કુલ 28,980 કરોડ રૂપિયા રહ્યો છે.
ટેક્સ રેટમાં ઘટાડો અને સેસ પર અસર :
સપ્ટેમ્બર 2025માં સરકારે આશરે 375 ચીજવસ્તુઓ પર GST દરમાં ઘટાડો કર્યો હતો, જેનાથી 99 ટકા સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થઈ હતી. આ કટ છતાં કલેક્શનમાં વધારો થવો તે અર્થતંત્ર માટે સકારાત્મક છે. જોકે, લક્ઝરી વસ્તુઓ પરથી સેસ હટાવવાની નીતિને કારણે સેસ કલેક્શનમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે 12,003 કરોડ રૂપિયાની સામે આ વખતે માત્ર 4,238 કરોડ રૂપિયાનો સેસ એકત્ર થયો છે.
રિફંડ બાદની નેટ GST રેવન્યુ 1.45 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી છે, જે ગયા વર્ષની સરખામણીએ 2.2 ટકા વધુ છે. સરકાર માટે આ આંકડા પ્રોત્સાહક છે કારણ કે ટેક્સ દરોમાં ઘટાડા છતાં આવકનો પ્રવાહ જળવાઈ રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ