બિહારમાં 20-25 હજારમાં છોકરીઓ મળે છે: ગિરધારી લાલ
ગિરધારી લાલ સાહુએ બિહારની દીકરીઓ વિશે આપત્તિજનક ટિપ્પણી કરતા રાજકીય તોફાન સર્જાયું

ગિરધારી લાલ શાહુ

ગિરધારી લાલ શાહુ
ઉત્તરાખંડ સરકારમાં મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યના પતિ ગિરધારી લાલ સાહુના એક નિવેદને દેશભરમાં ભારે વિવાદ છેડ્યો છે. અલ્મોડા જિલ્લાના સોમેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરોને સંબોધતા ગિરધારી લાલ સાહુનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, "બિહારમાં 20-25 હજાર રૂપિયામાં છોકરીઓ મળી જાય છે, અમે કુંવારાઓ માટે બિહારથી છોકરીઓ લઈ આવીશું."
RJD અને વિપક્ષનો ભાજપ પર પ્રહાર
આ વીડિયોમાં તેઓ એક યુવા કાર્યકર્તાની મજાક ઉડાવતા જોવા મળે છે અને તેને બિહારથી છોકરી લાવવાની ઓફર કરી રહ્યા છે. આ નિવેદનને કારણે બિહારની મહિલાઓ અને રાજકીય પક્ષોમાં રોષની લાગણી જન્મી છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ બિહારમાં સત્તાધારી અને વિરોધ પક્ષોએ તેની આકરી નિંદા કરી છે. RJD એ તેને બિહારની દીકરીઓનું ઘોર અપમાન ગણાવ્યું છે અને વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી પાસે સ્પષ્ટીકરણની માંગ કરી છે.
પત્ની પોતે મહિલા સશક્તિકરણ મંત્રી
RJD પ્રવક્તા શક્તિ સિંહ યાદવે કહ્યું કે, જ્યાં પત્ની પોતે મહિલા સશક્તિકરણ મંત્રી છે, ત્યાં પતિ દ્વારા આવી નીચ ટિપ્પણી સહન કરી શકાય નહિ. બિહાર ભાજપ અને JDU એ પણ આ નિવેદનને ફુહડ ગણાવીને તેની નિંદા કરી છે. ગિરધારી લાલ સાહુનું વિવાદાસ્પદ નિવેદન તેમના માનસિક દેવાળાપણું હોવાનું JDU પ્રવક્તાએ જણાવ્યું છે.
મહિલા આયોગની કાર્યવાહી અને માફીનામું
બિહાર મહિલા આયોગે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું છે. આયોગના અધ્યક્ષ અપ્સરાએ જણાવ્યું કે, બિહારની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે આવી ટિપ્પણીઓ સ્વીકાર્ય નથી અને મંત્રીના પતિને નોટિસ મોકલીને જવાબ માંગવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
વિપક્ષની કાયદાકીય કાર્યવાહીની માંગ
વિવાદ વધતા ગિરધારી લાલ સાહુએ હાથ જોડીને માફી માંગી છે. તેમણે દાવો કર્યો હતો કે, તેમના નિવેદનને વિરોધીઓ અને કોંગ્રેસ દ્વારા મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. જોકે, 2 જાન્યુઆરી 2026 સુધીમાં સોશિયલ મીડિયા પર #RekhaArya અને #GirdhariLalSahu જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે અને વિપક્ષ સતત તેમની સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ