આંધ્ર પ્રદેશમાં તેલના કૂવામાંથી ભીષણ ગેસ ગળતર
કોનાસીમામાં ONGCના તેલના કૂવામાં રિપેરિંગ દરમિયાન પ્રચંડ ધડાકા સાથે ગેસ ગળતર થતાં આગ ફાટી

તેલના કૂવામાંથી ગેસ ગળતર

તેલના કૂવામાંથી ગેસ ગળતર
આંધ્ર પ્રદેશના કોનાસીમા જિલ્લામાં તેલના કૂવામાં ગેસ ગળતરની એક ભયાનક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ છે. આ ઘટના કોનાસીમાના રાજોલ વિસ્તારમાં આવેલા ઇરુસુમંડા ગામમાં બની હતી, જ્યાં ONGCના એક ચાલુ તેલના કૂવામાં મેન્ટેનન્સ અને રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. પ્રોડક્શન બંધ કરીને જ્યારે વર્કઓવર રિગ દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક એક પ્રચંડ ધડાકો થયો હતો.
સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ
આ ધડાકા સાથે જ તેલના કૂવામાંથી કાચા તેલની સાથે મિશ્રિત ગેસ ભારે દબાણ સાથે હવામાં ઊંચે સુધી ઉછળ્યો હતો. આ તેલના કૂવામાં ગેસ ગળતર એટલું તીવ્ર હતું કે જોતજોતામાં ગેસ અને ધુમાડાના ગોટા આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની જેમ ફેલાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. સ્થાનિક અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, તેલના કૂવામાં ગેસ ગળતર થયાના થોડા જ સમયમાં લીક થયેલા ગેસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અને ગેસના વાદળો જોઈને ઇરુસુમંડા અને તેની આસપાસના ગામોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જ ઉપકરણો ન વાપરવાની કડક સૂચના
આ સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી નજીકના ગામો ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. હજારો લોકો પોતાના ઘરબાર છોડીને સુરક્ષિત સ્થળોએ ભાગી ગયા છે અને પોતાની સાથે પશુધનને પણ સુરક્ષિત જગ્યાએ લઈ ગયા છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આખા વિસ્તારમાં વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે અને લોકોને વીજ ઉપકરણો ન વાપરવા તેમજ ચૂલો ન સળગાવવાની કડક સૂચના આપવામાં આવી છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.
ગેસ ગળતરનું કારણ જાણવા માટે તપાસના આદેશ
હાલમાં આ વિસ્તારમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ONGCના નિષ્ણાત કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તેલના કૂવામાં ગેસ ગળતરને નિયંત્રિત કરવા તેમજ લાગેલી આગને બુઝાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને કોઈ પણ અનધિકૃત વ્યક્તિને અંદર જવા પર પ્રતિબંધ મૂક્યો છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ સંપત્તિને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ગેસ ગળતરનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ