અમેરિકાથી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈનું પ્રત્યાર્પણ
10 લાખનો ઈનામી અનમોલ ભારત આવતા જ NIA ની કસ્ટડીમાં; સલમાન હુમલામાં ભૂમિકા

અનમોલ બિશ્નોઈનું પ્રત્યાર્પણ

અનમોલ બિશ્નોઈનું પ્રત્યાર્પણ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને મંગળવારે એક મોટી સફળતા મળી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અને તેના ગુનાહિત સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર અનમોલ બિશ્નોઈને અમેરિકામાંથી દેશનિકાલ (Deportation) કર્યા બાદ ભારત આવતાની સાથે જ NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
વર્ષ 2022 થી ફરાર અનમોલને NIAની 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં ₹10 લાખનું ઈનામ જાહેર કરાયું હતું. તે લોરેન્સના આતંકવાદી-ગેંગસ્ટર સિન્ડિકેટ સાથે જોડાયેલો 19મો આરોપી છે.
યુએસ સત્તાવાળાઓએ પ્રત્યાર્પણની પુષ્ટિ કરીNIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અનમોલને લુઇસિયાનાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ 18 નવેમ્બર, 2025 ના રોજ બાબા સિદ્દીકી હત્યા કેસના ફરિયાદી ઝીશાન સિદ્દીકીને ઈમેઈલ મોકલીને તેના દેશનિકાલની કાર્યવાહી પૂર્ણ થયાની પુષ્ટિ કરી હતી.
અનમોલની નવેમ્બર 2024માં કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં ગેરકાયદેસર પ્રવેશના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં FBI દ્વારા DNA અને અવાજના નમૂનાઓ દ્વારા તેની ઓળખ થઈ હતી.
મુસેવાલા, બાબા સિદ્દીકી અને સલમાન હુમલામાં સામેલગીરીપંજાબના ફાઝિલકા જિલ્લાનો રહેવાસી અનમોલ એપ્રિલ 2022માં નકલી પાસપોર્ટ પર નેપાળ, દુબઈ અને કેન્યા થઈને યુનાઇટેડ સ્ટેટ્સ ભાગી ગયો હતો. NIAની ચાર્જશીટ મુજબ, 2020 થી 2023 ની વચ્ચે તેણે ગોલ્ડી બ્રાર અને લોરેન્સના આદેશથી ભારતમાં અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ કરી હતી.
તેના પર નીચેના મુખ્ય ગુનાઓમાં સામેલ હોવાનો આરોપ છે:
બાબા સિદ્દીકી હત્યા: ઓક્ટોબર 2024માં મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના મુખ્ય કાવતરાખોરમાં અનમોલનું નામ છે.
સલમાન ખાનના ઘરે ગોળીબાર: એપ્રિલ 2024માં અભિનેતા સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબારમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સિદ્ધુ મૂસેવાલા હત્યા: મે 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા માટે હથિયારો પૂરા પાડવા અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવાનો આરોપ છે.
અનમોલ વિરુદ્ધ ખંડણી, હત્યા અને હથિયારોની હેરાફેરી સહિત કુલ 18 કેસ નોંધાયેલા છે. અમેરિકાથી તેના પ્રત્યાર્પણને ભારતની તપાસ એજન્સીઓની મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ