ભારતમાં ચાર નવા લેબર કોડનો આજથી અમલ શરૂ
કામદારોને વધુ સુરક્ષા, સ્પષ્ટ વેતન માળખું અને મહિલાઓને રાત્રિ શિફ્ટ સહિત અનેક સુવિધાઓ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ચાર મુખ્ય શ્રમ કોડને તાત્કાલિક અસરથી અમલમાં મૂક્યા છે. વેજ કોડ-2019, ઈન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ-2020, સોશ્યલ સિક્યોરિટી કોડ-2020 અને ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ-2020ને 21 નવેમ્બર 2025થી લાગુ કરવામાં આવ્યા છે.
સરકારનો હેતુ દેશભરના કામદારોને વધુ સુરક્ષા, યોગ્ય વેતન, સામાજિક સુરક્ષા અને વ્યવસાય કરવા સરળ માહોલ આપવાનો છે. આ ચાર કોડ લાગુ થતા 29 જૂના શ્રમ કાયદા રદ થઈ એક નવી, સરળ અને આધુનિક વ્યવસ્થા વિકસિત થશે.
નવી સંહિતા અનુસાર કામદારો અને નોકરીદાતાઓ બંનેના હિતને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યા છે.
મુખ્ય ફેરફાર અને સુવિધા
નવો નોકરીદાતા ફરજિયાત નિમણૂક પત્ર આપશે
સમયસર પગાર અને લઘુત્તમ વેતનની ખાતરી
40 વર્ષથી વધુ ઉંમરના કામદારોને વાર્ષિક મફત આરોગ્ય તપાસ
મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી
શ્રમિકો માટે સ્પષ્ટ વેતન માળખું અને મજબૂત સામાજિક સુરક્ષા
કાર્યસ્થળ પર સલામતીના માનક ધોરણો લાગુ
ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોઈઝ માટે લાભ
આ નવા કાયદા હેઠળ FTE કર્મચારીઓને કાયમી કર્મચારીઓ જેવા તમામ લાભો મળશે. એક વર્ષમાં તેઓ તબીબી સુવિધાઓ, રજા અને ગ્રેચ્યુઇટીના હકદાર બનશે.
ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે પ્રથવ વખત સુરક્ષા
ગિગ વર્કરને સત્તાવાર માન્યતા આપતાં કંપનીઓને તેમના ટર્નઓવર પરથી 1 થી 2 ટકા યોગદાન આપવું પડશે. યુનિવર્સલ એકાઉન્ટ નંબરથી લાભો સરળતાથી પ્રાપ્ત થશે.
કરાર આધારિત કામદારો માટે વધારાના હક
મુખ્ય નોકરીદાતાએ હવે આરોગ્ય સંભાળ, સામાજિક સુરક્ષા અને મફત વાર્ષિક હેલ્થ ચેકઅપ જેવી સુવિધાઓ આપવી પડશે.
મહિલા કામદારો માટે મહત્વપૂર્ણ સુધારો
મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની તક સાથે કાર્યસ્થળની સુરક્ષા ફરજિયાત બની છે. લિંગભેદ કાયદેસર રીતે પ્રતિબંધિત છે.
MSME અને અન્ય ક્ષેત્રના કામદારો માટે લાભ
મૂળભૂત સુવિધાઓ જેવી કે કેન્ટીન, પીવાનું પાણી અને આરામ વિસ્તાર
પેઇડ રજા, નિયમિત વેતન અને ઓવરટાઈમ માટે ડબલ પગાર
ડિજિટલ મીડિયા, પત્રકારો, ખાણકામ કર્મચારીઓ અને પ્લાન્ટેશન વર્કર્સ માટે નવા સલામતી ધોરણો
નિકાસ ક્ષેત્ર માટે વિશેષ સુવિધા
ગ્રેચ્યુઇટી, PF, સમયસર પગાર, 180 દિવસ પછી રજાનો અધિકાર અને સુરક્ષા સાથે રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ભારતના કામદારો માટે આ ચાર લેબર કોડ કામના માળખા, સુરક્ષા અને વેતન વ્યવસ્થામાં એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ