આ કારણોસર તમે પાંચ દિવસ સુધી પાસપોર્ટ માટે અરજી નહિ કરી શકો
ટેક્નિકલ મેઈન્ટેનન્સના કારણે પાસપોર્ટ સેવા બંધ રહેશે

For this reason you cannot apply for a passport for five days

For this reason you cannot apply for a passport for five days
જો તમે પણ પાસપોર્ટ માટેનો કોઈ પણ પ્લાન બનાવી રહ્યા છો તો તમારે થોડી સમસ્યાઓનો સામનો કરવા પડી શકે તેમ છે...કારણ કે ટેક્નિકલ મેઈન્ટેનન્સના કારણે ઓનલાઈન પાસપોર્ટ પોર્ટલ આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન કોઈ નવી અપોઈન્ટમેન્ટ આપવામાં આવશે નહિ અને શિડ્યુલ કરવામાં આવેલી અપોઈન્ટમેન્ટને પણ રિશિડ્યુલ કરવામાં આવશે..પાસપોર્ટ સેવા પોર્ટલ પર જારી કરાયેલી એક નોટ અનુસાર, 'પાસપોર્ટ સેવા પોર્ટલ ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024ના રોજ રાત્રે 8 વાગ્યાથી સોમવાર, 2 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે, 30 ઑગસ્ટ માટે પહેલેથી જ બુક કરાયેલી તમામ એપોઇન્ટમેન્ટ ફરીથી શિડ્યુલ કરવામાં આવશે અને અરજદારોને નવી તારીખો વિશે જાણ કરવામાં આવશે.
પાસપોર્ટ સેવા પોર્ટલના મેઈન્ટેનન્સ કરનાર વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ મેઈન્ટેનન્સ એ એક નિયમિત પ્રક્રિયા છે. મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા અનુસાર, લોકોને ઓછી અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રવૃત્તિઓનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે. મંત્રાલયે નિમણૂકને ફરીથી શિડ્યુલ કરવાની યોજના બનાવી હતી.
પાસપોર્ટ સેવા પોર્ટલ શું છે?
પાસપોર્ટ સેવા પોર્ટલ એ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ ભારતીય નાગરિકો નવા પાસપોર્ટ માટે અરજી કરવા અથવા હાલના પાસપોર્ટને રિન્યૂ કરવા માટે કરે છે. આના દ્વારા દેશભરમાં પાસપોર્ટ સંબંધિત સેવાઓનું સંચાલન કરવામાં આવે છે. પોર્ટલની મદદથી, વપરાશકર્તાઓ વિવિધ પાસપોર્ટ સેવા કેન્દ્રો પર એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. અહીં યુઝર્સે તેમના ડોક્યુમેન્ટ્સ સબમિટ કરીને વેરિફાઈ કરાવવાના હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?