ફૂટબોલર મેસ્સીના ચાહકોમાં રોષ, સ્ટેડિયમમાં તોડફોડ
ગુસ્સે ભરાયેલા ચાહકોએ ખુરશીઓ તોડી; રાજ્યપાલે બબાલ પર મમતા સરકાર પાસે રિપોર્ટ માંગ્યો

મેસ્સી મેચ ન રમતા ચાહકોમાં ગુસ્સો

મેસ્સી મેચ ન રમતા ચાહકોમાં ગુસ્સો
આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી તેમના ત્રણ દિવસના બહુપ્રતિક્ષિત 'GOAT India Tour 2025' માટે ભારત પહોંચી ગયા છે. મેસ્સી સાથે તેમના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ ભારત આવ્યા છે. કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હીની મુલાકાત લેનાર મેસ્સીનું એરપોર્ટ પર ચાહકોએ જોરદાર સ્વાગત કર્યું હતું.
ચાહકો કેમ ગુસ્સે ભરાયા?
મેસ્સીની એક ઝલક જોવા માટે લાંબા સમયથી ઉત્સુક ચાહકોનો ઉત્સાહ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ગુસ્સામાં ફેરવાઈ ગયો. ચાહકોને લિયોનેલ મેસ્સી રમતા જોવા ન મળ્યા અને મેસી સ્ટેડિયમમાં થોડી જ વાર માટે રોકાઈને વહેલા જતા રહ્યા. આ ઉપરાંત અધિકારીઓનું વર્તન પણ યોગ્ય ન જણાતા ચાહકોએ પિત્તો ગુમાવ્યો.
ગુસ્સે ભરાયેલા ચાહકોએ તોડફોડ મચાવી દીધી હતી, સ્ટેડિયમની ખુરશીઓ તોડી નાખી હતી અને ઇવેન્ટ આયોજકો પર તેમની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો આરોપ મૂક્યો હતો.
રાજ્યપાલે માંગ્યો રિપોર્ટ:
મેદાનમાં થયેલી આ ગંભીર બબાલને પગલે રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે વિગતવાર રિપોર્ટ મમતા સરકાર પાસે માંગ્યો છે. રાજ્યપાલે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ અંગે શું વ્યવસ્થા કરવામાં આવી હતી, તેની માહિતી માંગી છે.
કાર્યક્રમનું આયોજન:
કોલકાતામાં મેસ્સી અનેક હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. તેઓ તેમના નામ પરથી બનેલી ૭૦ ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કરશે. આ સિવાય, સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે તેઓ પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ