રાજસ્થાનમાં ધુમ્મસનો કહેર: હાઈવે પર વાહનોની ટક્કર
૫૦ મીટરથી ઓછી વિઝિબિલિટીમાં ચાર વાહનો ટકરાયા; હજુ 24 કલાક ધુમ્મસના એલર્ટ વચ્ચે સાવધાની!!

રાજસ્થાનમાં ધુમ્મસનો કહેર

રાજસ્થાનમાં ધુમ્મસનો કહેર
ઉત્તર ભારતમાં પડી રહેલા ગાઢ ધુમ્મસને કારણે રાજસ્થાનના હાઈવે હવે ‘ડેથ ઝોન’ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ધુમ્મસના કારણે સર્જાયેલા વિવિધ માર્ગ અકસ્માતોમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઝીરો વિઝિબિલિટીના કારણે સીકર અને ચુરુ જિલ્લામાં હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા.
સીકર જિલ્લાના ફતેહપુર પાસે હરસાવા ગામ નજીક આજે વહેલી સવારે 7:30 વાગ્યે ધુમ્મસના કારણે ચાર વાહનો વચ્ચે શ્રેણીબદ્ધ અકસ્માત સર્જાયો હતો. જયપુર તરફ જતી એક પેસેન્જર બસે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા તે સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે પાછળથી આવતી અન્ય એક ટ્રક અને જીપ પણ તેમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 10 મુસાફરોને ઈજા પહોંચી હતી, જેમાંથી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.
અન્ય એક કરુણ ઘટના ચુરુના સાદુલપુરમાં બની હતી, જ્યાં એક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર અશોક નામના દર્દીનું મોત નીપજ્યું છે, જ્યારે ડ્રાઈવર સહિત અન્ય ત્રણ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરીથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે જયપુર, બીકાનેર અને ચુરુ સહિતના 16 જિલ્લાઓમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે, જે વાહનચાલકોની મુશ્કેલીમાં ઓર વધારો કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ