રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત
જીપ અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત, 8 ઘાયલ

જીપ અને કાર વચ્ચે અકસ્માત

જીપ અને કાર વચ્ચે અકસ્માત
રાજસ્થાનના બાલોતરામાં એક દુ:ખદ અકસ્માત થયો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત થયા. જ્યારે અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સીને આ માહિતી આપી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત મેગા હાઇવે પર પાયલા ગામ નજીક ત્યારે થયો જ્યારે પરિવાર ડૉક્ટર પાસે જઈને અને ઘરવખરીની વસ્તુઓ ખરીદીને ઘરે પરત ફરી રહ્યો હતો. બાલોત્રાના એસપી હરિ શંકરે જણાવ્યું હતું કે કાર સામેથી આવતી જીપ સાથે અથડાઈ હતી, જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા.
મૃતકોની ઓળખ
મૃતકોની ઓળખ શિવલાલ સોની (60), તેમના પુત્રો શ્રવણ સોની (28), મનદીપ સોની (4), રિંકુ સોની (6 મહિના) અને બ્યુટી સોની (25) તરીકે થઈ છે. આ પરિવાર ડૉક્ટરને મળવા અને કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ હૃદયદ્રાવક અકસ્માત બન્યો. લિસે જણાવ્યું હતું કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને જોધપુરની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. હાલમાં, સિંધરી પોલીસે બંને વાહનો કબજે કર્યા છે અને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જ અકસ્માતનું સાચું કારણ બહાર આવશે.
પોલીસે જણાવ્યું કે ઘાયલોની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ