પટનામાં ધુમ્મસથી દુર્ઘટના: હાઈવે પર મોતનું તાંડવ
બખ્તિયારપુર-મોકામા હાઈવે પર ટ્રિપલ અકસ્માત, પિતા-દીકરી સહિત 4 ના કરુણ મોત.

પટનામાં ધુમ્મસથી દુર્ઘટના

પટનામાં ધુમ્મસથી દુર્ઘટના
બિહારની રાજધાની પટનામાં શનિવારે મોડી રાત્રે ગાઢ ધુમ્મસને કારણે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બખ્તિયારપુર-મોકામા ફોરલેન હાઇવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ઉભેલા એક કન્ટેનર સાથે બે કાર પાછળથી ધડાકાભેર અથડાતા પિતા-પુત્રી સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે એક કાર કન્ટેનરની નીચે ઘૂસી ગઈ હતી, જેને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ઘટનાની વિગતો મુજબ, હાઈવે પર એક કન્ટેનર ટ્રકનું ટાયર ફાટતા તે રસ્તાની બાજુમાં ઉભો હતો. ગાઢ ધુમ્મસના કારણે પાછળથી આવતા સ્કોર્પિયો ચાલકને ટ્રક દેખાયો નહોતો અને કાર સીધી ટ્રકમાં જઈ અથડાઈ હતી. આ દરમિયાન પાછળથી આવતી એક ક્રેટા કાર પણ કાબૂ ગુમાવી સ્કોર્પિયો સાથે ટકરાઈ હતી. આ ટ્રિપલ અકસ્માતમાં સ્કોર્પિયોમાં સવાર પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.
અથમગોલા પોલીસ સ્ટેશનના એએસઆઈ અંજની કુમારે જણાવ્યું કે, દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને બખ્તિયારપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર અંદાજે એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ક્રેનની મદદથી દુર્ઘટનાગ્રસ્ત વાહનોને હટાવી અડધો કલાકની જહેમત બાદ વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલમાં પોલીસ મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ