સમય અને રણવીર બાદ વધુ એક યુટ્યુબર ફસાયો, મહિલા ટિપ્પણી મુદ્દે NCWનું તેડું
જાતિવાદી ટિપ્પણી માટે શરમ આવવી જોઈએ,રાષ્ટ્રીય મહિલા આયોગે એલ્વિશ યાદવને સમન્સ પાઠવ્યું

એલ્વિશ યાદવ ફરી કેસમાં ફસાયો

એલ્વિશ યાદવ ફરી કેસમાં ફસાયો
હાલમાં જ રણવીર અલ્હાબાદિયાને તેના નિવેદનને લઇને ઘણો ટ્રોલ થઇ રહ્યો છે. હવે આવા જ એક મામલામાં એલ્વિશ યાદવની મુશ્કેલી પણ વધી ગઈ છે. થોડા દિવસો પહેલા જ એલ્વિશ યાદવે બિગ બોસ 18ની કન્ટેસ્ટન્ટ ચૂમ દરાંગ વિશે તેના પોડકાસ્ટમાં મજાક કરી હતી. આ પોડકાસ્ટમાં તેમની સાથે રજત દલાલ પણ સામેલ હતા. તેણે ચૂમ ઉત્તર પૂર્વની હોવાને લઈને તેના પર જાતિવાદી ટિપ્પણીઓ પણ કરી છે.
હવે આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા એલ્વિશ યાદવને સમન્સ પાઠવવામાં આવ્યું છે, જેમાં તેમને 17મી ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. એલ્વિશે ચૂમના નામ અને તેની ફિલ્મોની મજાક પણ ઉડાવી હતી. યુટ્યુબરે કહ્યું કે તેના નામમાં જ અશ્લીલતા છે, જુઓ તેનું નામ ચૂમ છે અને તેણે શું કામ કર્યું છે. આના જવાબમાં રજત દલાલે 'ગંગુબાઈ'નું નામ લીધું હતું.
યુટ્યુબરે તેના યુટ્યુબ શો 'ફોર્ડકાસ્ટ વિથ એલ્વિશ'માં કહ્યું હતું કે કરણવીરને ચોક્કસપણે કોવિડ છે, કારણ કે કોઈ પણ ચૂમને કેવી રીતે પસંદ કરી શકે, તેનો ટેસ્ટ ખરાબ છે. તેના નામમાં જ અશ્લીલતા છે. તેનું નામ ચૂમ છે અને તેણે ગંગુબાઈમાં કામ કર્યું છે.' એલ્વિશ યાદવની આ જાતિવાદી ટિપ્પણી સાંભળ્યા બાદ યુઝર્સે તેની ખૂબ ટીકા કરી હતી. ચૂમ દરાંગના નજીકના મિત્ર કરણવીર મહેરાએ પણ આ જાતિવાદી ટિપ્પણી પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ચૂમે એલ્વિશના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'કોઈની ઓળખ અને નામની મજાક ઉડાવવી એ મજાકની વાત નથી. કોઈને તેમની સિદ્ધિઓ વિશે ચિડાવવામાં કોઈ મજા નથી. આ સમય છે કે આપણે બધાએ રમૂજ અને નફરત વચ્ચે એક લાઈન બનાવવી જોઈએ.'
અભિનેત્રીએ આગળ લખ્યું, 'સૌથી દુઃખની વાત એ છે કે તે માત્ર મારી જાતિયતા વિશે જ નથી. મારી મહેનતની સાથે સંજય લીલા ભણસાલીના વિઝનનો પણ અનાદર કરવામાં આવ્યો છે.' એલ્વિશ યાદવની જાતિવાદી ટિપ્પણીથી ગુસ્સે થયેલા ચૂમ દરાંગના ફેન્સ યુટ્યુબરને ટ્રોલ કરી રહ્યા છે અને માફી માંગવા કહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ