ED દ્વારા 2 પૂર્વ ક્રિકેટરોની કરોડોની સંપત્તિ જપ્ત
ED એ ઓનલાઈન સટ્ટાબાજી વેબસાઈટ 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી

સુરેશ રૈના અને શિખર ધવન

સુરેશ રૈના અને શિખર ધવન
ED એ ઓનલાઈન સટ્ટાબાજીના એક મામલામાં મોટું પગલું ભર્યું છે. એજન્સીએ પૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની કુલ રૂપિયા 11.14 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. એજન્સીના અધિકારીઓ અનુસાર, સટ્ટાબાજી સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ સખત કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા ઓનલાઈન સટ્ટા વેબસાઇટ 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે, જેનો તાર હવે સુરેશ રૈના અને શિખર ધવન સુધી પહોંચ્યો છે.
ક્યા ક્રિકેટરની કેટલી સંપત્તિ જપ્ત થઈ?
ED દ્વારા આ કેસમાં શિખર ધવનની રૂપિયા 4.5 કરોડની અચલ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે સુરેશ રૈનાના રૂપિયા 6.5 કરોડના મૂલ્યના મ્યુચ્યુઅલ ફંડ સીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એજન્સીની તપાસમાં બહાર આવ્યું છે કે, આ બન્ને પૂર્વ ક્રિકેટરોએ ગેરકાયદેસર સટ્ટા વેબસાઈટ 1xBet અને તેની કેટલીક સહાયક કંપનીઓનો પ્રચાર કરવા માટે વિદેશી સંસ્થાઓ સાથે એડવર્ટાઈઝમેન્ટના કરાર કર્યા હતા. ED દ્વારા આ મામલે અગાઉ પણ બન્ને ક્રિકેટરોની પૂછપરછ કરવામાં આવી હતી.
અન્ય ક્યા નામો તપાસના દાયરામાં છે?
1xBet કેસના દાયરામાં માત્ર સુરેશ રૈના અને શિખર ધવન જ નહિ, પરંતુ અન્ય ઘણા મોટા નામો પણ સામેલ છે. આ જ કેસમાં ED દ્વારા પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની પણ પૂછપરછ કરવામાં આવી ચૂકી છે, અને રોબિન ઉથપ્પા પણ આ કેસના દાયરામાં છે. ક્રિકેટરો ઉપરાંત, એજન્સીએ આ મામલાની તપાસ દરમિયાન અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, મિમી ચક્રવર્તી અને અંકુશ હઝારા જેવા ફિલ્મ કલાકારોની પણ પૂછપરછ કરી હતી. 1xBet આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ઓનલાઈન સટ્ટા વેબસાઇટ હોવાનો દાવો કરે છે. ED દ્વારા આ કેસમાં આ પહેલું મોટું એક્શન લેવામાં આવ્યું છે અને તપાસ હજી પણ ચાલુ છે. ભવિષ્યમાં કેટલાક વધુ નામો પર પણ કાર્યવાહી થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ