EDની કાર્યવાહી : સ્ટાર્સની સંપત્તિ જપ્ત
યુવરાજ સિંહ,સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત

ED એક્શન ઓનલાઇન સટ્ટાબાજી

ED એક્શન ઓનલાઇન સટ્ટાબાજી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીના નેટવર્ક સામે લાલ આંખ કરી છે. તપાસ એજન્સીએ પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને બોલિવૂડ કલાકારો સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા સહિતની હસ્તીઓની અંદાજે ₹7.93 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ પ્રતિબંધક કાયદા (PMLA) હેઠળ હાથ ધરવામાં આવી છે.
1xBet પ્રમોશન મામલે ભીંસ વધારી :
તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ સેલિબ્રિટીઝ ગેરકાયદેસર વિદેશી સટ્ટાબાજીના પ્લેટફોર્મ '1xBet' અને તેની સહયોગી બ્રાન્ડ્સના પ્રમોશન સાથે જોડાયેલા હતા. આ પ્લેટફોર્મ્સ ભારતમાં કોઈ પણ માન્યતા વગર કાર્યરત છે. સેલિબ્રિટીઝે આ એપ્સની જાહેરાત કરવા માટે વિદેશી કંપનીઓ સાથે કરાર કર્યા હતા અને તેના બદલામાં મળેલી રકમ ગેરકાયદેસર સ્ત્રોતો દ્વારા મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જાહેરાતો દ્વારા મની લોન્ડરિંગની આશંકા :
EDના જણાવ્યા મુજબ, 1xBet જેવી એપ્સ સોશિયલ મીડિયા દ્વારા ભારતીય લોકોને જુગાર તરફ ખેંચતી હતી. કલાકારોને જે મહેનતાણું ચૂકવવામાં આવ્યું તે વાસ્તવમાં સટ્ટાબાજી દ્વારા મેળવેલી ગુનાહિત આવક હતી. અગાઉ આ જ કેસમાં શિખર ધવન અને સુરેશ રૈના સામે પણ કડક કાર્યવાહી કરીને તેમની ₹11.14 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી હતી.
સેલિબ્રિટીઝ માટે લાલબત્તી :
EDએ સ્પષ્ટ કર્યું છે કે સરોગેટ એડવર્ટાઇઝિંગ એટલે કે છૂપી રીતે આવી ગેરકાયદેસર એપ્સનું પ્રમોશન કરવું એ ગંભીર અપરાધ છે. તપાસ એજન્સીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને હસ્તીઓને ચેતવણી આપી છે કે આવા પ્લેટફોર્મ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે અને તેમાં સંડોવણી બદલ કાયદાકીય સકંજો કસાઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ