1 એપ્રિલથી બદલાશે આર્થિક નિયમો: જાણો મોટી અસર
નવા નાણાકીય વર્ષથી ટેક્સ, બેંકિંગ અને ગેસના નિયમોમાં મોટો ફેરફાર:તમારા ખિસ્સા પર પડશે સીધ

1 એપ્રિલ 2026 નવા આર્થિક નિયમો

1 એપ્રિલ 2026 નવા આર્થિક નિયમો
ભારતમાં દર વર્ષે 1લી એપ્રિલથી નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થાય છે, જેની સાથે અનેક આર્થિક નિયમોમાં ફેરફાર આવતા હોય છે. વર્ષ 2026-27નું આગમન સામાન્ય જનતા માટે મિશ્ર પ્રતિસાદ લાવશે. આ વખતે આવકવેરાના મૂળભૂત માળખાથી લઈને બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને મુસાફરીના નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. કેટલાક ફેરફારો મધ્યમ વર્ગને મોટી રાહત આપશે, જ્યારે કેટલાક નિયમો તમારા માસિક બજેટમાં વધારો કરી શકે છે.
ઈનકમ ટેક્સ એક્ટ 2025: કર પ્રણાલીનું સરળીકરણ
આ વર્ષનો સૌથી મોટો ઐતિહાસિક ફેરફાર ટેક્સ કાયદામાં જોવા મળશે. દાયકાઓ જૂના 1961ના આવકવેરા કાયદાને સ્થાને હવે નવો ઈનકમ ટેક્સ એક્ટ 2025 અમલમાં આવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય કર પ્રણાલીને સરળ બનાવવાનો છે. હવે કરદાતાઓએ અસેસમેન્ટ વર્ષ કે પ્રીવિયસ વર્ષ જેવા જટિલ શબ્દોમાં ગૂંચવવાની જરૂર રહેશે નહીં, તેના બદલે માત્ર ટેક્સ વર્ષ (Tax Year) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.
₹12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં :
મધ્યમ વર્ગના કરદાતાઓ માટે આ વર્ષે સૌથી સારા સમાચાર છે. નવી કર વ્યવસ્થા હેઠળ, જો તમારી વાર્ષિક આવક ₹12 લાખ સુધીની હશે, તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. કલમ 87A હેઠળ મળતી છૂટમાં વધારો થવાને કારણે મોટી સંખ્યામાં પગારદાર વર્ગને આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, જૂના ફોર્મ 16 અને 16A ના સ્થાને હવે ફોર્મ 130 અને 131 નો ઉપયોગ કરવામાં આવશે, જે ટેક્સ ફાઈલિંગને વધુ પારદર્શક બનાવશે.
બેંકિંગ અને એટીએમ ટ્રાન્ઝેક્શન બનશે મોંઘા :
બેંકિંગ ક્ષેત્રે ગ્રાહકોએ વધુ સાવધ રહેવું પડશે. HDFC જેવી મોટી બેંકો હવે UPI દ્વારા થતા એટીએમ ઉપાડને પણ મફત ટ્રાન્ઝેક્શન મર્યાદામાં ગણશે. જો તમે 5 થી વધુ વખત ટ્રાન્ઝેક્શન કરશો, તો દરેક વખતે ₹23 ચૂકવવા પડશે. તે જ રીતે, પંજાબ નેશનલ બેંકે ડેબિટ કાર્ડની દૈનિક ઉપાડ મર્યાદામાં ઘટાડો કર્યો છે. બંધન બેંકમાં જો અપૂરતા બેલેન્સને કારણે વ્યવહાર નિષ્ફળ જશે, તો ₹25 નો દંડ ફટકારવામાં આવશે.
રેલવે ટિકિટ રિફંડ અને અન્ય નિયમો :
મુસાફરીના નિયમોમાં પણ કડકાઈ જોવા મળશે. રેલવે ટિકિટ રદ કરવાના નિયમ મુજબ, હવે મુસાફરીના 8 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવી પડશે, અન્યથા કોઈ રિફંડ મળશે નહીં. અગાઉ આ સમય મર્યાદા 4 કલાકની હતી. આ ઉપરાંત, પાન કાર્ડ મેળવવા માટે હવે માત્ર આધાર કાર્ડ પૂરતું નથી; જન્મ તારીખના પુરાવા તરીકે 10મા ધોરણની માર્કશીટ અથવા પાસપોર્ટ આપવો ફરજિયાત બનશે.
ગેસ અને ઈંધણના ભાવ પર નજર :
દર મહિનાની પહેલી તારીખની જેમ, આ વખતે પણ રાંધણ ગેસ (LPG), સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ મુજબ ઉડ્ડયન ઈંધણ (ATF) ના ભાવ પણ બદલાઈ શકે છે, જેની સીધી અસર વિમાન ભાડા પર પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?